ગુજરાત પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે દેવભૂમિ દ્વારકા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે દેવભૂમિ દ્વારકા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
September 08, 2026 10:08 AM
ગુજરાત પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે દેવભૂમિ દ્વારકા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો અને હરિયાળું ગુજરાત બનાવો સંકલ્પ લઈ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા તથા પ્રવાસન સ્થળોને વધુ સુંદર અને સ્વચ્છ બનાવવાના હેતુથી ગુજરાત પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે દ્વારકા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મામલતદાર અનિલ ભેડા સહિત મહાનુભાવો તથા અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વૃક્ષોનું સંવર્ધન અને વધુમાં વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત અંગે સૌને અપીલ કરવામાં આવી હતી. તેથી દરેક નાગરિકે વૃક્ષારોપણ સાથે વાવેલા વૃક્ષોની નિયમિત સંભાળ અને જાળવણી કરવાની જવાબદારી નિભાવવી જોઈએ.