BREAKING NEWS

બરફનું તોફાન ત્રાટકતા માઉન્ટ એવરેસ્ટના ઢોળાવ પર 1,000 ટ્રેકર્સ ફસાયા

  • October 06, 2025 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તિબેટમાં માઉન્ટ એવરેસ્ટના પૂર્વીય ઢોળાવ નજીક શક્તિશાળી બરફના તોફાન આવતા હજારો ટ્રેકર્સ ફસાયા છે. બચાવ ટીમોએ તેમાંથી આશરે 350 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. જો કે આ સિઝનમાં હિમાલય ક્ષેત્રમાં બરફના તોફાનો દુર્લભ છે.એવરેસ્ટ પર ટ્રેકિંગ માટે આ સૌથી યોગ્ય સમય માનવામાં આવે છે અને ત્યારે જ હિમ વર્ષાના પગલે તંત્ર પણ સતર્ક બની ગયું છે અને ટ્રેકર્સને ઉપર ન જવા હિમાયત કરી રહ્યું છે.


જોકે, કમોસમી હિમવર્ષાને કારણે ટ્રેકિંગ પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પડ્યો છે અને મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન અનુસાર, રવિવાર સુધીમાં આશરે 350 ટ્રેકર્સ કુદાંગ ટાઉનશીપ પહોંચી ગયા હતા, જ્યારે આ વિસ્તારમાં ફસાયેલા સેંકડો ટ્રેકર્સમાંથી 200 અન્ય સાથે સંપર્ક સ્થાપિત થયો છે. બચાવ ટીમો તેમને સુરક્ષિત રીતે નીચે લાવવા માટે કામ કરી રહી છે.


ચીન આઠ દિવસની રાષ્ટ્રીય રજા ઉજવે છે. આ સમય દરમિયાન, મોટી સંખ્યામાં પ્રવાસીઓ કર્મા ખીણમાં ટ્રેકિંગ કરવા આવ્યા હતા, જે માઉન્ટ એવરેસ્ટના પૂર્વીય કાંગશુંગ પર્વત તરફ દોરી જાય છે. ગયા સપ્તાહના અંતે આ વિસ્તારમાં અસામાન્ય રીતે ભારે હિમવર્ષા અને વરસાદ પછી, એવરેસ્ટની પૂર્વીય પહાડીના મનોહર દૃશ્યો માટે પ્રખ્યાત આ સુંદર ખીણ ખતરનાક બની ગઈ. 18 ટ્રેકર્સના જૂથ સાથે ત્યાં ગયેલા ચેન ગેશુઆંગને બચાવ ટીમ દ્વારા કુડાંગ લઈ જવામાં આવ્યા.જયારે અન્યોનો સંપર્ક કરવા કોશિશ જારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News