જામનગરમાં યુવાનની હત્યામાં આરોપી ત્રિપુટી રીમાન્ડ પર
જામનગરમાં યુવાનની હત્યામાં આરોપી ત્રિપુટી રીમાન્ડ પર
October 13, 2026 05:07 PM
જામનગરમાં યુવાનની હત્યામાં આરોપી ત્રિપુટી રીમાન્ડ પર
થાર ગાડી કબ્જે : અન્ય શખ્સોની સંડોવણી બાબતે તપાસ
જામનગરના નુરી-અન્નપુર્ણા ચોકડી નજીક થાર ગાડીથી ટકકર મારી યુવાનની હત્યા કરવાના પ્રકરણમાં પકડાયેલા ત્રણેય આરોપીઓને રીમાન્ડ પર લઇ સધન તપાસ ચલાવવામાં આવી રહી છે, અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખીને આરોપીઓએ કાવતરૂ રચીને અંજામ આપ્યો હતો.
જામનગરના નુરી ચોકડીથી આગળ આઇ-૨૦ કારમાં જઇ રહેલા યુવાનોને પાછળથી થાર કારના ચાલકે ઠોકર મારી હતી આથી આઇ-૨૦ કાર બાજુમાં પડેલી બસમાં અથડાતા આ જોરદાર ટકકરમાં અફઝલ રહીમભાઇ ચાવડા નામના યુવાનનું ઘટના સ્થળે મોત થયુ હતું અને અન્ય ૩ યુવાનોને ઇજા પહોચી હતી. દરમ્યાન બનાવ બાબતે કાવતરૂ હોવાની આશંકાઓ દર્શાવવામાં આવી હતી, સીટી-એ ડીવીઝન પીઆઇ ડોડીયા સહિનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો આજુબાજુના સીસી ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા અને બનાવ અકસ્માતનો નહી હત્યાનો હોવાનું ખુલવા પામ્યુ છે.
ગત તા. ૨૯ના ગુલાબનગર ચાની હોટલ પાસે બોલાચાલી અને માથાકુટ થઇ હતી જે બાબતનું મનદુખનો ખાર રાખી આરોપીઓએ કાવતરૂ રચ્યુ હતું, ત્યાર બાદ રેકી કરી હતી અને થારથી કારનો પીછો કરીને જોરદાર ટકકર મારી અંજામ આપ્યો હતો. આ અંગે ફરીયાદ દાખલ કરવામાં આવતા આરોપી હાજી અયુબ ખફી, ઇમ્તીયાઝ ઇકબાલ ખફી અને ખલીફ ઇસ્માઇ કોરાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહન કબ્જે કરવામાં આવ્યુ છે અને આરોપીઓને રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરતા ત્રિપુટીના ૩ દિવસના રીમાન્ડ મંજુર થયા છે. સીટી-એ પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે અને આ પ્રકરણમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ એ દીશામાં પણ કાર્યવાહી લંબાવવામાં આવી છે.