BREAKING NEWS

દ્વારકામાં વેકેશન, અધિક માસ અને વીકેન્ડના ત્રિવિધ સંયોગ

  • May 25, 2026 12:51 PM 

દ્વારકામાં વેકેશન, અધિક માસ અને વીકેન્ડના ત્રિવિધ સંયોગ


હાલમાં ચાલી રહેલ અધિક માસમાં આજરોજ વીકેન્ડની સાથે સાથે ઉનાળુ વેકેશન પણ ચાલી રહયુ હોય યાત્રાધામ દ્વારકામાં યાત્રીકો તેમજ સહેલાણીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. વહેલી સવારે મંગળા આરતી પહેલા જ યાત્રીકોની કતારો જગત મંદિરના સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વાર પર જોવા મળી હતી. અધિક માસમાં ગોમતી સ્નાનનું પણ સવિશેષ હોય ગોમતી નદીના ઘાટો પર પણ ભાવિકોનો ઘસારો જોવા મળ્યો હતો. તો બીજી તરફ દ્વારકામાંથી પસાર થતાં હાઈવે માર્ગની બંને તરફ વાહનોની કતારો જોવા મળી હતી.




શહેરના પ્રમુખ રસ્તાઓ સહિત ગલીઓમાં પણ ટ્રાફીકની સમસ્યા જોવા મળી હતી. ઠેર ઠેર જામની સ્થિતિને લીધે ટ્રાફીક બ્રીગેડને પણ મેનેજમેન્ટમાં પસીના છુટી ગયા હતા. વ્યાપક ગરમીમાં પણ હજારો શ્રધ્ધાળુઓએ ચિકકાર ગીર્દી હોવા છતાં પણ હોંશે હોંશે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા.

હાલમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશન તથા અધિક માસની સાથે સાથે શરૂ થયેલ વીકેન્ડના માહોલમાં દ્વારકાધીશ જગતમંદિરની સાથે સાથે દ્વારકા દર્શન સર્કિટના બેટ દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જયોતિર્લિંગ, ગોપી તળાવ, રૂકિમણી મંદિર, શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ, હનુમાન દાંડી, મોમાઈ બીચ સહિતના તીર્થ અને પર્યટન સ્થળોમાં પણ ભાવિકો તથા સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી.




ઉનાળુ વેકેશનમાં શાળા કોલેજોમાં રજાઓ ચાલી રહી છે તો બીજી તરફ અધિક માસ પણ ચાલી રહયો છે ત્યારે આજરોજ વીકેન્ડની શરૂઆત સાથે ત્રિવિધ સંયોગ સર્જાતા યાત્રાધામ દ્વારકા ખાતે શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું. પ્રવાસીઓના અસાધારણ ઘસારામાં વાહનોની સંખ્યા પણ અનેકગણી વધી ગઈ હોય સમગ્ર શહેરભરમાં ટ્રાફીક




દ્વારકા શહેરમાંથી પસાર થતા હાઈવે માર્ગ પર ખોડીયાર મંદિરથી કાનદાસ બાપુ આશ્રમ, ચરકલા ફાટક, સનાતન સેવા મંગળ, ઈસ્કોન ગેઈટ, રબારી ગેઈટ, બસ સ્ટેશન સહિતના પ્રમુખ પોઈન્ટસ પર વાહનોની લાંબી કતારોને લીધે ઠેર ઠેર જામ જેવી સ્થિતિ જોવા મળી હતી. તો શહેરની અંદર પણ મંદિર તરફ જતાં પ્રમુખ માર્ગોમાં પણ વ્યાપક ટ્રાફીકને લીધે રાહદારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડયો હતો. સાંકડા રસ્તાઓમાં પણ વાહનોની કતારો સામસામે આવી જતાં ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News