ઉપલેટામાંથી ગેરકાયદે રેતી ભરેલ ટ્રક ઝડપાયો, ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત

  • December 04, 2023 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે રજાના દિવસે પણ ખનિજચોરો અધિકારીની ગેરહાજરીનો લાભ ઉઠાવવા મેદાને પડયા હતા ત્યારે અધિકારીએ પણ રજાના દિવસોમાં ફરજ બજાવી ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રકને ઝડપી લઈ પોલીસને ૧૦ લાખનો મુદામાલ સોપી આપ્યો હતો.
ગેરકાયદેસર રેતી માટે કુખ્યાત બનેલ વરજાંગજાળિયા પાસે મામલદાર મહેશ ધનવાણી અને તેમની ટુકડી રોડ ઉપર પસાર ઈ રહેલ ટ્રકને અટકાવી તપાસ કરતા કોઈપણ જાતના આધાર વગર ચાલીસ ટન જેટલી રેતી ગેરકાયદેસર ભરેલ હોય તેને ટ્રક સો ઝડપી લઈ ઉપલેટા પોલીસને હવાલે કરેલ હતી સો ઉલ્લ ેખનીય છે કે, ખનિજચોરો સરકારી કચેરીઓમાં રજાના દિવસનો લાભ ઉઠાવી ગેરકાયદેસર ખનિજ ચોરી કરતા હોય છે પણ મામલતદાર મહેશ ધનવાણીને બાતમી મળતા રજાના દિવસે પણ ફરજમાં હાજર ઈ ૧૦ લાખનો મુદ્દામાલ ઝડપી લેતાં ખનિજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application