દ્વારકા: બાકોડી સીમ વિસ્તારમાંથી રોયલ્ટી વગર માટી ભરેલ ટ્રક પકડી પાડતી કલ્યાણપુર પોલીસ
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા ના.પો.અધી. સાગર રાઠોડ જીલ્લામાં ખનીજચોરીની પ્રવૃતિ બંધ કરવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા જણાવેલ હોય.
જે અનુસંધાને કલ્યાણપુર પો.સ્ટે.ના પો. ઈન્સ. આર. એન. હાથલીયા નાઓની સુચના મુજબ કલ્યાણપુર પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ દર્મીયાન પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાકોડી સિમ વિસ્તાર રોડ પર એક ઇસમ પોતાના કબ્જાના વાહનમા રોયલ્ટી કે પાસ પરમીટ કે આધાર વગર ટ્રકમા માટી (મોરમ) ભરી નીકળેલ હોય, જેથી તુરતજ મજકુર વાહન ચાલકને ટ્રક સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ વાહન ચાલકનું નામ ટ્રક રજી.નં.જીજે-૩૭-ટી-૫૦૯૧ નો ચાલક નાથુભા લખુભા વાઢેર જાતે. દરબાર ઉ.વ.૬૦ ધંધો.ડ્રાઇવીંગ રહે.ભોગાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application