દ્વારકા : કુરંગામાં રોયલ્ટી વગર રેતી ભરેલ ટ્રક પકડાયો
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીની બદી નાબુદ કરવા સબબ કરેલ સુચના અંતર્ગત એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષીની રાહબરી અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. એમ.આર.સવસેટા ઉક્ત બાબતે કાર્યરત હતા.
દરમ્યાન એએસઆઇ જેસલસિંહ જાડેજા તથા, લાખાભાઇ પીંડારીયાને હકિકત મળેલ કે, ટ્રેઇલર રજી. નંબર આર.જે.-૩૨-જીઇ-૪૧૯૨માં ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગર રેતી ખનીજનો જથ્થો ભરી કુરંગા પાસે ગે.કા. રીતે નાખવા માટે નિકળેલ હોવાની હકિકત આધારે એલ.સી.બી. ટીમના માણસો દ્વારકા-પોરબંદર રોડ ઘડી કંપની સામે ગાત્રાળ હોટલ પાસે વોચમાં રહેલ દરમ્યાન હકિકત વાળો ટ્રક આવતા તેને રોકી ચેક કરતા તેમાં રોયલ્ટી પાસ પરમીટ વગરની ગેરકાયદેસર આશરે ૩૭.૪૪ ટન રેતી ભરેલ મળી આવેલ હોય જેથી આ બાબતે ખાણ ખનીજ વિભાગને કાયદેસરની કાર્યવાહી માટે અલગથી રીપોર્ટ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application