BREAKING NEWS

ભાણવડના ગડુ ગામ પાસેથી ગેરકાયદે ખનીજ રોહન કરતા ટ્રકો પકડાયા

  • October 02, 2026 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડના ગડુ ગામ પાસેથી ગેરકાયદે ખનીજ રોહન કરતા ટ્રકો પકડાયા

બે ટ્રક સહિત ૨૯ ટન સફેદ પથ્થર પકડી પાડતી દ્વારકા એલસીબી

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્તરાય તથા દ્વારકા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ ખનીજ ચોરી નાબૂદ અસરકારક કામગીરી સબબે સુચના આપેલ જે અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એન.એચ.જોશીની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એમ.દેવમુરારી તથા એમ.આર.સવસેટા તથા એસ.વી. કાંબલીયા તેમજ એલસીબી ટીમના અન્ય કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.
​​​​​​​
 તે દરમ્યાન એએસઆઇ શકિતસિંહ જાડેજા, પો.હે. કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા, વેજાણંદભાઇ બેરા, પો.કો. મનહરસિંહ જાડેજાને સંયુકત બાતમી મુજબ ગડુ ગામથી હાથલા ગામમાં જતા રોડ પર ટાટા કંપનીના બે ટ્રક રજી.નં. જી.જે.૦૬ એ એકસ ૩૨૦૭ (નંગ ૫૦૦ ૧૪ ટન), રજી.નં.જીજે ૭ ટીટી ૬ર૮૮(નંગ ૫૦૦ ૧૫ ટન) ગેરકાયદેસર રોયલ્ટી વગર સફેદ પથ્થર (બેલા) ખનીજ પરિવહન કરતા તેને પકડી પાડેલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખાણખનીજ કચેરીને રીપોર્ટ કરેલ છે અને ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ દરોડામાં ધીરુભાઇ લાલભાઇ રાઠોડ, (પોરબંદર), પ્રતાપભાઇ દેવાભાઇ વિકમા (પોરબંદર) તેમ બે વાહનચાલકોને પકડી પાડયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application