જામનગર: હાપા યાર્ડમાં મંગળવારે ફકત ૩૧૪૫ ગુણી જણસની આવક નોંધાઇ
હાપા માર્કેટીંગ યાર્ડમાં મંગળવારે રાબેતા મુજબ આવક ઓછી જોવા મળી હતી ૩૧૪૫ ગુણી, ૭૮૦૫ મણ જણસ હાપા યાર્ડમાં ઠલવાઇ હતી જે ૨૩૪ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જે પૈકી ૩૧૯૭ ગુણીનું વેંચાણ થયુ હતુ.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૧૨૦૦ થી ૧૨૬૫, બાજરી ૪૦૦ થી ૪૮૦, ઘઉં ૪૭૭ થી ૫૩૭, મગ ૧૩૪૫ થી ૧૬૮૫, અળદ ૭૦૦ થી ૭૧૦, તુવેર ૮૦૦ થી ૧૩૨૦, ચોળી ૬૦૦ થી ૧૨૭૦, ચણા ૧૦૯૦ થી ૧૨૩૧, ચણા સફેદ ૧૪૦૦ થી ૧૪૫૦, મગફળી જીણી ૧૨૫૦ થી ૧૪૫૦, મગફળી જાડી ૧૧૦૦ થી ૧૩૫૦, તલી ૧૭૦૦ થી ૨૫૨૫, તલ કાળા ૨૧૨૦ થી ૩૩૪૦, લસણ ૮૦૦ થી ૧૮૦૦, જીરૂ ૩૫૦૦ થી ૪૦૬૫, ડુંગળી સુકી ૧૫૦ થી ૬૨૫, શીંગ દાણા ૧૬૦૦ થી ૨૪૩૦, સોયાબીન ૬૦૦ થી ૧૪૮૦ સુધીના ભાવ બોલાયા હતા.
મંગળવારે કુલ જણસ ૭૮૦૫ મણ ગુણી ૬૧૪૫ જે ૨૩૪ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે કાળા તલ અને ત્રીજા ક્રમાંકે તલી નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.