આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
દ્વારકા જિલ્લામાં તથા રાજકોટ ગ્રામ્યના પ્રોહીબીશનનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓ પકડાયાદેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર દ્વારકા, ભાણવડ, તેમજ રાજકોટ ગ્રામ્યના જામકંડોરણા પોલીસ સ્ટેશનના વિવિધ પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને એલસીબીએ પકડી પાડયા છે. આઇજી નિર્લિપ્તરાય તથા દ્વારકા એસપી જયરાજસિંહ વાળાએ અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચન કરેલ હોય તે અન્વયે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એન.એચ.જોશીની સુચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઇ બી.એમ.દેવમુરારી તથા એસ.વી.કાંબરીયાઓ એલસીબીના સ્ટાફના ટીમના માણસો સાથે ઉપરોકત બાબતે વર્કઆઉટમાં હતા.તે દરમ્યાન એએસઆઇ શકિતસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા, તથા વેજાણંદભાઇ બેરા, કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજાને સંયુકતમાં બાતમી હકીકત મળેલ કે દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન તથા મીઠાપુર પોલીસ સ્ટેશન તથા રાજકોટ ગ્રામ્યના જામકંડોરણા પોલીસ સ્ટેશનના અલગ અલગ પોહીબીશનના ગુનાઓના કામના આરોપી ઘેલુ જગાભાઇ કોડીયાતર (રહે.રાણપર ભાણવડ) નામવાળા લાલ શાહીથી દર્શાવેલ નાસતા ફરતા આરોપીને ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલ હકીકત આધારે પકડી પાડેલ છે. તેમજ ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં આરોપી માયા બાલાભાઇ કોડીયાતર (રહે. રાણપર ભાણવડ) નામવાળા ફરારી આરોપીને ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલ હકીકતના આધારે પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.ડી.બેરાએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ટાઈગર શ્રોફ નહીં સલમાન ખાન હતો અસલી ટાર્ગેટ, શૂટર્સે તેમના ઘરની રેકી પણ કરી હતીઃ પછી આ કારણથી બદલ્યો પ્લાન
વર્ષ 2026 માં ભારતનું ઇ-કૉમર્સ બજાર $90 બિલિયનને પાર કરશે, સ્માર્ટફોનને પાછળ છોડીને કિરાણા અને હોમ ડેકોરે બાજી મારી
ચીનના કિંગદાઓમાં આકર્ષક લાલ દરિયાકિનારો જોવા મળ્યો, મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા
ઈસરોમાં નોકરી મેળવવાની તક, નર્સ, ટેક્નિશિયન સહિત અનેક જગ્યાઓ માટે ભરતી; જાણો એપ્લાય કરવાની છેલ્લી તારીખ
દિવાળી પહેલા સોનાના ભાવ ઘટ્યા, શું ધનતેરસ સુધીમાં હજુ સસ્તું થશે સોનું? જાણો
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech