૫૦,૦૦૦-નો દંડ ફટકારતી એડી. સેસન્સ એન્ડ સ્પેશીયલ પોક્સો કોર્ટ
ફરીયાદીની સગીરવયની દિકરી ઉ.વ.-૧૫ ભોગ બનનાર આરોપી રાયદે સુમાત ભોચીયાના ઘરે દુધ-છાસ લેવા માટે ગયેલ ત્યારે આરોપી ઘરમાં એકલા હતા અને આરોપીએ ભોગ બનનારને ઘરની અંદર બોલાવેલ અને પુછેલ કે તારી સગાઇ થઇ ગઇ છે ? ત્યારબાદ કહેલ અપશબ્દો બોલેલ અને ગેર વર્તન કરેલ જેથી ભોગ બનનાર આરોપીના ઘરમાંથી બહાર નીકળી ગયેલ અને ઘરે જઇ ભોગ બનનારે તેમની માતાને તમામ વાત કરતા તેમની માતા દ્વારા કલ્યાણપુર પો.સ્ટે.ના પીએસઆઇ યુ.બી.અખેડ રુબરુ ફરીયાદ આપી હતી. તે ફરીયાદ અન્વયે ભારતીય દંડ સંહીત-૧૮૬૦ ની ક્લમ ૩૫૪(એ) તથા પોક્સો એક્ટ ની ક્લમ-૮ મુજબનો ગુન્હો દાખલ કરવામા આવેલ હતો. જે ગુન્હાની તપાસના અંતે આરોપી વિરુદ્ધ પુરતા પુરાવા હોય દ્વારકાની પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામા આવ્યુ હતુ.
ત્યારબાદ આ કેસ દ્વારકાની સ્પે.પોક્સો કોર્ટમા ચાલી જતા ફરીયાદી, ભોગ બનનાર, તપાસ કરનાર અધિકારી, તેમજ અન્ય મહત્વના સાહેદોની જુબાની તેમજ કોર્ટ રુબરુ પ્રોસીક્યુશન તરફે રજુ થયેલ સમગ્ર પુરાવા અન્વયે મદદનીશ જીલ્લા સરકારી વકીલ અમીત એચ.વ્યાસ ની ધારદાર રજુઆતો તેમજ દલીલ માન્ય રાખી દ્વારકાની સ્પે.પોક્સો કોર્ટના જજ કે.એસ.પટેલએ આરોપી રાયદે સુમાત ભોચીયા, રે.મુ. પટેલકા, તા.કલ્યાણપુરવાળાને ભારતીય દંડ સંહીત-૧૮૬૦ ની કલમ ૩૫૪(એ) ના ગુન્હા સબબ ક્સુરવાર ઠરાવી ર વર્ષ ૬ માસની સખ્ત કેદની સજા તથા રૂ.૫૦,૦૦૦- નો દંડ ભરપાઇ કરતો હુક્મ ફરમાવેલ છે અને જો દંડની રકમ ભરપાઇ કરવામાં આરોપી કશુર કરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.