જામનગર : ખંભાળિયા તાલુકામાં વિદેશી દારૂ, બિયર સાથે બે ઝડપાયા
જામનગર : ખંભાળિયા તાલુકામાં વિદેશી દારૂ, બિયર સાથે બે ઝડપાયા
April 15, 2026 11:50 AM
જામનગર : ખંભાળિયા તાલુકામાં વિદેશી દારૂ, બિયર સાથે બે ઝડપાયા
૫ બોટલ, ૧૨ ટીન મળી આવ્યા : સપ્લાયર મહિલાનું નામ ખુલ્યુ
ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ગોપાલ કરસન ધારાણી નામના ૨૬ વર્ષના શખ્સને પોલીસે ૨,૬૪૦ ની કિંમતના બિયરના ૧૨ ટીન તેમજ મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૨૨,૬૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં ઠાકર શેરડી ગામે રહેતા વિરમ નામના એક શખ્સનું નામ સપ્લાયર તરીકે જાહેર થયું છે.
ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા કુલદીપસિંહ ચંદુભા જાડેજા નામના સલાયા મરીન પોલીસે રૂ. ૧૮૧૫ ની કિંમતની વિદેશી દારૂની ૫ બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે મોરબી ગામની રહીશ એવી નયનાબા નામની એક મહિલાનું નામ જાહેર થયું છે. જે અંગે પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.