ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે ઊંડા કૂવામાં બે દિવસથી ખાબકેલા શ્ર્વાનનું સફળ રેસ્ક્યૂ
ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે ઊંડા કૂવામાં બે દિવસથી ખાબકેલા શ્ર્વાનનું સફળ રેસ્ક્યૂ
October 21, 2026 01:01 PM
ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે ઊંડા કૂવામાં બે દિવસથી ખાબકેલા શ્ર્વાનનું સફળ રેસ્ક્યૂ
ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામની વાડી વિસ્તારમાં આવેલા અંદાજે ૬૦ ફૂટ ઊંડા કૂવામાં બે દિવસથી ખાબકેલા શ્વાનનું ખંભાળિયાના એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સેવકોએ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો હતો. અબોલ જીવની મુશ્કેલીની જાણ થતાં સંસ્થાના સેવકોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ માટે સંસ્થાના સભ્યો કુણાલ વાઘેલા, વિશેષ દેસાણી અને દેશુર ધમાએ હિંમત અને સૂઝબૂઝ દાખવીને દોરડાં અને નેટની ઝાડીની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. સેવકો કૂવામાં ઉતરી ભારે જહેમત બાદ શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.