BREAKING NEWS

જામનગરમાં પીટ એનડીપીએસ એકટ મુજબ બે શખ્સોની ધરપકડ

  • May 22, 2026 05:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પીટ એનડીપીએસ એકટ મુજબ બે શખ્સોની ધરપકડ

એસઓજીની ટીમ દ્વારા તાજેતરમાં પીટ એનડીપીએસ એકટ મુજબ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી, દરમ્યાનમાં વધુ બે શખ્સોને પકડી અલગ અલગ જેલમાં મોકલી આપવા કાર્યવાહી કરવામાં આવી છે. 

સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા રાજયમાં ગેરકાયદેસર નાર્કોટીકસના પદાર્થ, કેફી ઔષધો, મનપ્રભાવી દ્રવ્યોના વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા આવા કેસો કરવા અને આવા ઇસમોને ઝડપી પાડવા દરખાસ્ત તૈયાર કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

જે અન્વયે જામનગર એસઓજી ઇન્ચાર્જ પીઆઇ વી.બી. ચૌધરી, પીએસઆઇ એલ.એમ.ઝેર તથા પીએસઆઇ એ.વી. ખેર, એસઓજી ટીમ દ્વારા  આ બાબતે સબળ પુરતા પુરાવાઓ મેળવી દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક, સીઆઇડી ક્રાઇમ મારફતે ગાંધીનગર તરફ મોકલતા પીઆઇટી એનડીપીએસ દરખાસ્ત મંજુર થતા શાહરૂખ ઉર્ફે ભુરો સફી હાસમાણી-મેમણ રહે. રઝવી સોસાયટી, ધ્રોલ તથા જેમ્સ જેકબ ક્રિષ્ચન રહે. મચ્છરનગર, હાઉસીંગ બોર્ડ કોલોની, બ્લોક નં. ૧૩, જામનગરની અટક કરી અમદાવાદ તેમજ ભુજ મઘ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application