BREAKING NEWS

જામનગરમાં બે યુવાન પર પાઇપથી પ્રહાર: ધમકી આપી

  • August 22, 2026 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બે યુવાન પર પાઇપથી પ્રહાર: ધમકી આપી 

શેરીમાં બાઇક ધીમે ચલાવવાનું કહેતા બબાલ: ચાર સામે ફરીયાદ

જામનગરના ભીમવાસ વિસ્તારમાં શેરીમાંથી બાઇક ધીમુ ચલાવવાનું કહેવાના મામલે બબાલ થઇ હતી, જેમાં બે મિત્રોને પાઇપ વડે માર મારીને ધમકી દીધાની અહી રહેતા ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે.

જામનગરના ભીમવાસ શેરી નં. ૧માં રહેતા અવિનાશ દિપકભાઇ પગારે (ઉ.વ.૩૧) નામનો મરાઠી યુવાન તા. ૨૦ બપોરના સુમારે ઘર નજીક હાજર હોય ત્યારે આરોપી નવાઝ શેરીમાંથી પુરપાટ ઝડપે મોટરસાયકલ લઇને નીકળ્યો હતો જેથી ફરીયાદીએ શેરીમાં ધીમે બાઇક ચલાવવાનું કહેતા આરોપીએ અપશબ્દો કહી બોલાચાલી અને ઝપાઝપી કરી હતી.

બોલાચાલી દરમ્યાન અન્ય આરોપીઓ ઘરની બહાર આવી ફરીયાદી અવિનાશને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી અને અન્ય બે આરોપીઓએ પાઇપ વડે હુમલો કરી માથાના ભાગે ઇજા પહોચાડી હતી, આ વેળાએ ફરીયાદીનો મિત્ર કિશન વચ્ચે પડતા ચારેય આરોપીઓએ કિશનને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો અને આરોપી ઇસ્માઇલે પાઇપથી ઝપાઝપીમાં માથાના ભાગે ઘા ઝીંકી ઇજા પહોચાડી હતી. આમ બંને મિત્રોને ઇજા પહોચાડી જતા જતા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.
​​​​​​​
અવિનાશભાઇ દ્વારા બનાવ અંગે સીટી-બી ડીવીઝનમાં ગઇકાલે ભીમવાસ શેરી નં. ૧માં રહેતા નવાઝ ઇસ્માઇલ ચમડીયા, ઇસ્માઇલ ચમડીયા, ગની ચમડીયા તથા મોહીન ગની ચમડીયા નામના ચાર ઇસમો વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application