જાપાનમાં એમ્પિલ વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. આ વાવાઝોડું જાપાનના મુખ્ય ટાપુ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે એર ટ્રાફિકને અસર થઈ છે. તોફાનના કારણે સરકારે ભૂસ્ખલન અને પૂરની ચેતવણી પણ જાહેર કરી છે. હવામાન વિભાગે લોકોને ઘરની અંદર રહેવા અને જોખમોથી સાવચેત રહેવાની સલાહ આપી છે. કંપનીઓએ કર્મચારીઓને વહેલા ઘરે પરત ફરવા આગ્રહ કર્યો છે.
વાવાઝોડાના કારણે જાપાનમાં સેંકડો ફ્લાઈટ્સ રોકી દેવામાં આવી છે અને લગભગ 10,000 ઘરોને ખાલી કરવાની સલાહ આપવામાં આવી છે. ટાયફૂન એમ્પિલને "ખૂબ જ મજબૂત" શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. વાવાઝોડું ટોક્યો નજીક પહોંચી ગયું છે. વાવાઝોડાને કારણે 216 કિલોમીટર પ્રતિ કલાક (134 માઈલ પ્રતિ કલાક)ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં વીજળી પણ ખોરવાઈ ગઈ છે. લગભગ 120,000 મુસાફરોને અસર કરતા 600થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તોફાનના કારણે ટોક્યો અને નાગોયા વચ્ચેની હાઇ-સ્પીડ શિંકાનસેન ટ્રેન સેવાઓ પણ અટકાવી દેવામાં આવી છે.
જાપાનમાં ભૂકંપ
જણાવી દઈએ કે તાજેતરમાં જ જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી. દક્ષિણ જાપાનમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે જાપાનના દરિયાકાંઠાના વિસ્તારો મિયાઝાકી, કોચી, ઈહિમે, કાગોશિમા અને આઈતામાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech