BREAKING NEWS

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોઇઝ મંડળીના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

  • June 29, 2026 06:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોઇઝ મંડળીના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

પ્રમુખ પદે ફાયરબ્રિગેડ શાખાના ફાયર ઓફિસર જયવીર સિંહ રાણા ની પુનઃનિયુક્તિ કરાઇ

જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓની અગ્રણી સંસ્થા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોઇઝ મંડળીની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં આગામી કાર્યકાળ માટે મંડળીના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

સભામાં કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખી સતત સક્રિય કામગીરી, કર્મચારી કલ્યાણલક્ષી અભિગમ તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસોને ધ્યાને લઈ જયવીરસિંહ ભારુભા રાણાની પ્રમુખ તરીકે પુનઃ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેમની આગેવાની હેઠળ મંડળીએ કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે નોંધપાત્ર કામગીરી કરી હોવાનું સભામાં જણાવાયું હતું.

આ ઉપરાંત જયભાઈ જીતેન્દ્રભાઈ પુરોહિતની ઉપપ્રમુખ તરીકે તથા કલ્પેશભાઈ મગનલાલ ચુડાસમાની માનદ મંત્રી તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.

નવનિયુક્ત હોદ્દેદારોને સભામાં ઉપસ્થિત કર્મચારીઓ અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હોદ્દેદારોએ કર્મચારીઓના હિતોની રક્ષા, પ્રશ્નોના યોગ્ય નિરાકરણ અને સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સભાના અંતે તમામ સભ્યોએ નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવી મંડળીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News