BREAKING NEWS

જામનગર: જી.જી. હોસ્પિટલમાં બેફામ ટ્રાફીક: તંત્રવાહકો કાર્યવાહી કરે

  • July 08, 2026 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જી.જી. હોસ્પિટલમાં બેફામ ટ્રાફીક: તંત્રવાહકો કાર્યવાહી કરે

હોસ્પિટલના પટાંગણમાં એક તરફ નવી હોસ્પિટલનું કામ ચાલુ હોય, બીજી તરફ ચારેકોર દ્વિચક્રી અને ફોર વ્હીલ વાહનો પાર્ક કરાતા હોય, દર્દીઓને પણ મુશ્કેલી: સીકયુરીટી વાહન સીસ્ટમની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ...!!

સૌરાષ્ટ્રમાં મોટામાં મોટી ગણાતી જી.જી. હોસ્પિટલ અવાર નવાર વિવાદનાં વમળમાં આવે છે તાજેતરમાં આરોગ્ય મંત્રીની મુલાકાત સમયે પાર્કીંગ ચોખ્ખુ ચણાક દેખાતુ હતુ જો કે એ માત્ર બે ત્રણ કલાક પુરતું જ હતું, પરંતુ દર્દીઓના સગા અને કર્મચારીઓ દદ્વારા વાહનોનું બેફામ પાર્કીંગ કરવામાં આવે છે જેના લીધે મુશ્કેલી ઉભી થાય છે, કેટલીક વખત તો એમ્બ્યુલન્સને પણ નીકળવામાં ખુબ જ તકલીફ પડે છે. હોસ્પિટલમાં સીકયુરીટી વ્યવસ્થા છે પરંતુ જવાનો ટ્રાફીકની સમસ્યા હલ કરવામાં કયારેય આગળ આવતા નથી એવો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવે છે. સવારના ૭ વાગ્યાથી જામનગર શહેર અને આજુબાજુના ગામડામાંથી દર્દીની આવનજાવન ચાલુ રહે છે ત્યારે આ પ્રકારની સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઇ છે. 

કરોડો રૂપિયાના ખર્ચે નવી જી.જી. હોસ્પિટલ બની રહી છે ધીરે ધીરે જુની હોસ્પિટલનો ભાગ તોડવામાં આવી રહ્યો છે. તેનો મલબો પણ મેદાનમાં હોય છે તેટલુ ઓછુ હોય તેમ ટ્રાફીક સમસ્યા તો ખુબ જ જટીલ ગણી શકાય તેવી છે કેટલીક વખત તો એવું બનેછે કે એમ્બ્યુલન્સ ગેઇટમાંથી આવે અને માંડ માંડ કેસબારી પાસે ઉભી રહે છે એમ્બ્યુલન્સમાં કેટલાક ગંભીર પ્રકારના દર્દીઓ પણ હોય છે. હાર્ટ એટેકના દર્દીને એટેક આવ્યા પછી તેની મીનીટે મીનીટ કિંમતી હોય છે આવા સમયે ટ્રાફીકમાં એમ્બ્યુલન્સ ફસાઇ જાય તો દર્દીને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવામાં આવે તો આ સમસ્યા ઓછી થાય પરંતુ લોકો આડેધડ સ્કુટર પાર્ક કરતા હોય છે. ખાસ કરીને નો પાર્કીંગ જગ્યા પાસે જ વાહનો પાર્ક કરાતા હોય, વચોવચ વાહન પાર્ક કરાયેલ હોવાથી અન્ય વાહનો પણ નીકળી શકતા નથી તે પણ હકીકત છે. 

અત્રે એ યાદ આવવું જરૂરી છે કે લાખો રૂપિયાના ખર્ચે સીકયુરીટી મુકવામાં આવી છે. અને આ સીકયુરીટી જો ટ્રાફીક સમસ્યા હલ ન કરી શકે તો શું કામનું? એવો પ્રશ્ર્ન પણ લોકોમાં પુછાઇ રહ્યો છે. ઘણી વખત ડોકટર અને દર્દી વચ્ચે બબાલ થયાના કિસ્સા પણ સામે આવ્યા છે આવા સમયે બહારથી લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને આડેધડ વાહનો પાર્કીંગ કરે છે. 

અહીં સમસ્યા એ છે કે સીકયુરીટીની જવાબદારી શું ? પાર્કીંગમાં શા માટે ત્રણ થી ચાર જવાનો રાખવામાં આવતા નથી, લોકોની ફરજ એ છે કે જે પાર્કીંગ પોઇન્ટ ફાળવ્યા છે એમાં જ પોતાના વાહનો પાર્ક કરવા જોઇએ પરંતુ લોકો તેની જવાબદારી ચૂકી જાય છે જેને કારણે ટ્રાફીકનો જમેલો જોવા મળે છે. કયારેક કયારેક એકીસાથે રોગને કારણે લોકોને દર્દી તરીકે દાખલ કરવાના હોય ત્યારે વચ્ચે પડેલા વાહનોને કારણે એમ્બ્યુલન્સ પણ નીકળી શકતી નથી આવા સમયે ઇમરજન્સી હોય છે ત્યારે લોકોને ખુબ જ તકલીફ પડે છે. 

​​​​​​​સૌરાષ્ટ્રની મોટામાં મોટી હોસ્પિટલ જી.જી. હોસ્પિટલ તરીકે નામના મેળવી છે ત્યારે આગામી દિવસોમાં કરોડો ‚પિયાના ખર્ચે બીજો ભાગ પણ બનશે આ બાંધકામને પુરુ થવાને દોઢેક વર્ષ નીકળી જશે. પરંતુ જયાં સુધી લોકો પોતાની રીતે યોગ્ય જગ્યાએ પાર્કીંગ નહિ કરે ત્યાં સુધી આ સમસ્યા દિનપ્રતિદિન વધતી જશે. 

હોસ્પિટલના સંચાલકોએ આ ટ્રાફીકની સમસ્યાને ગંભીર ગણીને લોકો જેરીતે હેરાન થાય છે એ સમસ્યા દુુર કરવી જોઇએ અને જરૂર પડયે ટ્રાફીક નિયમનનું યોગ્ય પાલન કરવું જોઇએ. ટ્રાફીક સમસ્યાને જડમૂળથી નાશ કરવી જોઇએ ખાનગી હોસ્પિટલમાં જે રીતે સુંદર ટ્રાફીક વ્યવસ્થા હોય છે તે રીતે જી.જી. હોસ્પિટલમાં આ પ્રકારની વ્યવસ્થા થવી જોઇએ. અને તેમાં લોકો સહકાર પણ ખુબ જ જરૂરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application