અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો જામનગર ઉતર્યા બાદ પહોંચ્યા રિલાયન્સ
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો જામનગર ઉતર્યા બાદ પહોંચ્યા રિલાયન્સ
October 21, 2026 02:30 PM
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો જામનગર ઉતર્યા બાદ પહોંચ્યા રિલાયન્સ
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર તથા અન્ય મહત્વના કરારોને અનુલક્ષીને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમ્યાન તેઓ રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે પણ અગત્યની બેઠક કરવાના છે. જેને અનુલક્ષીને અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયો આજે ખાસ પ્લેન મારફત જામનગર એરફોર્સ ખાતે સવારે આવી પહોંચ્યા હતાં. નિયત કાર્યક્રમ મુજબ તેઓનું સવારે ૧૧.૩૦ કલાકે આગમન થવાનું હતું. પરંતુ તેઓનું આગમન નિર્ધારીત સમય કરતા અડધો કલાક મોડું થતા બપોરે ૧૨.૦૫ કલાક આસપાસ જામનગર એરફોર્સ ખાતે આવી પહોંચ્યા હતાં. અમેરિકાના વિદેશ મંત્રીને જામનગર એરફોર્સ પર જિલ્લા કલેકટર પરિમલ પંડયા સહીત અન્ય અધિકારીઓએ આવકાર્યા હતાં.
એરફોર્સ ખાતે આગમન બાદ તેઓ બુલેટપ્રુફ કારમાં વિશાળ કાફલા અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે રિલાયન્સ જવા રવાના થયા હતાં. અમેરિકાના વિદેશ મંત્રી કોન્વેય સાથે રીલાયન્સ પહોંચ્યા હતાં. આથી આ દરમ્યાન માર્ગ પર વાહન વ્યવહાર પોલીસ દ્વારા બંધ રાખવામાં આવ્યો હતો. અમેરિકાના વિદેશ મંત્રી રીલાયન્સ કંપનીમાં કાર્યરત ઓઇલ રીફાઇન કરવા સહીતના અન્ય મહત્વના પ્લાન્ટની મુલાકાત લેશે. તદઉપરાંત વેનેઝુએલાનું તેલ રીલાયન્સ કંપનીમાં રીફાઇન કરવા સહીતના મહત્વના મુદાઓ પર મોટી અને અગત્યની ડીલ થવાની શકયતા હોય બંને દેશની મીટ આ ડીલ પર મંડાઇ છે.