જામજોધપુર તાલુકામાં તા.૨૫ મે ના રોજ વિવિધ ICE Campaign અંતર્ગત લોકોને વિવિધ યોજનાકીય લાભો એનાયત કરાશે
જામનગર તા.૨૩ મે, તા.૨૫/૦૫/૨૦૨૬,સોમવારના રોજ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં મહિકી ગામે પ્રાથમિક શાળા ખાતે જામનગર જિલ્લા જન ભાગીદારી અભિયાન(PM JANMAN) અંતર્ગત IEC Campaign નું આયોજન કરેલ છે. જેમાં વાંસજાળીયા, તરસાઇ, જામસખપુર, ઉદેપુર, સતાપર, વરવાળા, મહીકી, પરડવા, અમરાપર, પાટણ, નેસ વિસ્તારના લોકોને લાભ મળશે.
જેમાં લોકોને
(૧)આવાસ યોજના(PM JANMAN)
(૨) આધાર કાર્ડ બનાવની કામગીરી
(૩)રાશનકાર્ડ બનાવવાની કામગીરી
(૪)ડોમીસાઇલ પ્રમાણપત્ર
(૫)MGNAREGA અંતર્ગત લાભ આપવાની કામગીરી
(૬)પીએમ માતૃ વંદના યોજના
(૭)આયુષ્યમાન ભારત
(૮)મિશન ઇન્દ્રધનુષ
(૯)ટી.બી. મુક્ત ભારત
(૧૦)PM જનધન યોજના અને PMJJBY યોજના
(૧૧)સુકન્યા સમૃધ્ધી યોજના
(૧૨) PM કિશાન
(૧૩)જાતિ પ્રમાણપત્ર
(૧૪)કિશાન ક્રેડિટ કાર્ડ બનાવવાની કામગીરી જેવી સેવાઓનો લાભ મળી રહેશે.
આ કેમ્પ સવારે ૮:૦૦ વાગ્યાથી શરૂ થશે. જેનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા જામજોધપુર મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.