BREAKING NEWS

દ્વારકા: મેવાસા સીમમાંથી બોકસાઇટનો ખનન-વહન કરતા વાહનો ઝબ્બે

  • September 15, 2026 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: મેવાસા સીમમાંથી બોકસાઇટનો ખનન-વહન કરતા વાહનો ઝબ્બે

દ્વારકા એલસીબી દ્વારા દરોડો : ખાણ ખનીજને કરાતી જાણ

કલ્યાણપુરના મેવાસા સીમ વિસ્તારમાં એલસીબીની ટુકડીએ દરોડો પાડી ગેરકાયદે બોકસાઇટનું ખનન અને વહન કરતા વાહનો પકડી પાડયા હતા અને ખનીજ વિભાગને જાણ કરતા સીઝ કરવાની કાર્યવાહી કરી હતી.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ દ્વારકા જીલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરીની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી એલસીબી પીઆઇ એન.એચ. જોશીની રાહબરી અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, પીએસઆઇ એમ.આર. સવસેટા ઉકત બાબતે કાર્યરત હતા.

દરમ્યાન એએસઆઇ મુકેશભાઇ વાઘેલા, હેડ કોન્સ. ખીમાણંદભાઇ આંબલીયા, પીઠાભાઇ ગજીયાને હકીકત મળેલ કે દેવશી સામત વરવારીયા રહે. મેવાસા ગામવાળા ડમ્પરો અને હીટાચી મશીન વડે મેવાસા ગામની ખાટલા ધાર સીમમાં આવેલ બોમ્બે મીનરલ નામની કંપનીના એરીયામાં પડેલ બોકસાઇટ ખનીજનુ ખનન કરી પોતાના માલીકીના કીલને નાખતો હોવાની હકીકત મળતા સદર હકીકત આધારે રેઇડ કરતા હીટાચી મશીન મોડેલ નં. આર૨૨૦ એસી-૭ તથા ટાટા કંપીનીના ડમ્ફર નં. જીજે૩૭વી-૯૯૫૦ ખનન અને વહન કરતા મળી આવેલ ગેરકાયદે બોકસાઇટના જથ્થા બાબતે જ‚રી કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને રીપોર્ટ કરી જાણ કરતા સીઝ કરવાની કાર્યવાહી કરી હતી. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application