વેરાવળ – થિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ 2 કલાક 35 મિનિટ રીશેડ્યૂલ કરવામાં આવી
ટ્રેન નંબર 16333 વેરાવળ – થિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ, જે 30 જુલાઈ 2026 ના રોજ વેરાવળથી ઉપડવાની છે, તે તેની પેરિંગ રેક ટ્રેન નંબર 16334 થિરુવનંતપુરમ સેન્ટ્રલ – વેરાવળ એક્સપ્રેસ મોડી (લગભગ 10 કલાક 30 મિનિટ) આવવાને કારણે 2 કલાક 35 મિનિટ રીશેડ્યૂલ કરવામાં આવી છે.
સુધારેલ પ્રસ્થાન વિગતો:
નિર્ધારિત પ્રસ્થાન સમય: સવારે 06:55 વાગ્યે
સુધારેલ પ્રસ્થાન સમય: સવારે 09:30 વાગ્યે
તારીખ: 30 જુલાઈ 2026
મુસાફરોને વિનંતી છે કે તેઓ પોતાની યાત્રાનું આયોજન સુધારેલા સમય મુજબ કરે. પડતી અગવડ બદલ અમને ખેદ છે.