BREAKING NEWS

જામનગરની જુમ્મા મસ્જીદ બોર્ડની મિલ્કત અંગે હાઇકોર્ટમાં ચુકાદો

  • October 16, 2025 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

આજકાલ કાર્યાલય
જામનગર
જામનગરની જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડની માલિકીની ચાંદી બજાર, બુગદામાં આવેલી દુકાનોના ભાડૂતો વચ્ચેની તકરારોમાં જામનગરની સિવિલ કોર્ટમાં કરવામાં આવેલ દાવાના કામે પ્રતિવાદી-સામાવાળા પાર્થ ભુપતભાઈ પોલારા તથા જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડ સામે દાવો દાખલ કરનાર ભાડુત-વાદી પરેશ વેલજી ભીંડીની દાવા અરજી સાંભળવા-ચલાવવા સીવીલ કોર્ટને સતા ન હોય છતાં સીવીલ કોર્ટ દ્વારા પોતાને વકફ મિલકતોના દાવાઓ ચલાવવાની સતા હોવા અંગે આપેલા હુકમો વિરુદ્ધ પ્રતિવાદીઓ દ્વારા નામ.ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલ-રીવીઝનના કામે સુપ્રિમ કોર્ટના રશીદ વલી બેગના પ્રખ્યાત ચુકાદાને ધ્યાનમાં લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા વકફના કેસો-દાવાઓ-તકરારો ચલાવવાની સિવિલ કોર્ટને સતા ન હોવાનું તેમજ જામનગરની કોર્ટમાં પેન્ડીંગ દાવાને રીજેકટ-રદ કરવાનો હુકમ ફરમાવેલ છે. ગુજરાત હાઇકોર્ટમાં ભુપતભાઈ પોલારા તરફે વકીલ મકબુલભાઈ મન્સુરી તથા જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડ તરફે વકીલ હાજીહસન ભંડેરી અને એમ.એસ.ભડકી રોકાયેલા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application