ગુજરાતમાં દિગ્ગજ નેતાઓએ પોતાના મતદાન અધિકારનો કર્યો ઉપયોગ

  • May 07, 2024 09:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મતદાન કર્યું. તેઓએ અમદાવાદની શીલજની શાળામાં જઈને મતદાન કર્યું છે. તેઓ તેમના પુત્ર સાથે મતદાન મથક પર જોવા મળ્યા.
 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નારણપુરા અંકુર વિસ્તારમાં  આવેલા મતદાન મથક પર  પહોંચીને મતદાન કર્યું છે. તેઓ મતદાન કરવા તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા.તેઓએ લોકોને સમજી વિચારીને મતદાન કરવા વિનંતી કરી.

ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા સહિતના મતદાન મથકો પર સવારથી લાંબી લાઇન જોવા મળી રહી છે. ગરમીના કારણે લોકો વહેલી સવારથી મતદાન મથકે પહોંચી પહેલા મતદાન કરવાને પ્રાથમિકતા આપી રહ્યાં છે. 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ  સંઘવીએ મતદાન કર્યું,.હર્ષ સંઘવી  ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા  હતા અને વાજતે ગાજતે મતદાન મથક પહોંચ્યા અને મતદાન કર્યું હતું. હર્ષ સંઘવી નવસારી લોકસભા મત વિસ્તારમા રહે છે.
 

બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અબાસણા ગામની શાળા નંબર 2માં મતદાન કર્યું. વોટિંગ બાદ મીડિયા સાથે ની વાતચીત દરમિયાન તેઓ ભાવુક થઇ ગયા હતા. 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા  તેમના પરિવાર સાથે મતદાન કર્યું તેઓએ પોતાના વતન ઇશ્વરિયા ખાતે વોટિંગ કર્યું. 7 વાગ્યા પહેલા જ તેઓ મતદાન મથકે પહોંચી ગયા હતા અને સૌથી પહેલા મતદાન કર્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application