BREAKING NEWS

એવી ફરિયાદ આવવી જોઇએ કે તમે મારીને આવ્યો છો અને મારજો. હું છુટ આપુ છું: કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ

  • February 28, 2026 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના કોટેશ્વર ગુરૂકુળના રામકૃષ્ણ સ્વામીનો વિવાદ હજુ શમ્યો નથી અને સંપ્રદાયના હરિભક્તોમાં રોષ છે. ત્યારે કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં તે સ્ટેજ પર સંબોધન કરતા કહે છે કે, 'તમે કોઇને મારીને આવ્યા છો તેવી ફરિયાદ મારી પાસે આવવી જોઇએ.. તમે મારજો હું છુટ આપું છું.' આ ઉપરાંત તે હરિભક્ત યુવાનોને ઉશ્કેરણી કરતા હોય તેવા શબ્દોનો ઉપયોગ થયો છે. ખાસ કરીને આચાર્ય દ્વારા ઉચ્ચારવામાં આવતા શબ્દોને કારણે સંપ્રદાય સાથે જોડાયેલા હરિભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે.

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં તે હરિભક્તોને સંબોધન કરતા સમયે ઉશ્કેરણી કરતા હોય તેવા શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, 'આપણે પાંગળા નથી થવાનું. આપણે ફરિયાદી નથી થતા, તોહમતદાર જ થઇએ છીએ. સેલ્ફ ડીફેન્સમાં ગોળી ચલાવે તો પણ માણસ છુટી જાય છે. એવી ફરિયાદ મારી પાસે આવી જોઇએ કે તમે ટીચીને આવ્યો છો અને ટીચ જો. હું છુટ આપુ છું. યુવક મંડળના છોકરાઓએ બાયો ચડાવવાની છે.. ઉત્તર ગુજરાતના એક ગામમાં કોઇ સંપ્રદાયના સાહિત્યનું વેચાણ કરવા માટે વાનમાં કેટલાંક લોકો આવ્યા હતા. ત્યારે મે હરિભક્તોને બોલાવીને કહ્યું હતું કે પેલા સાહિત્ય વાળાને કહી દો કે તને 30 સેકન્ડ આપીએ છીએ. અહીથી ઉઠ નહીંતર સળગાવી નાખીશુ. હરિભક્તો દીવાસળી ઘાંસલેટ લઇને ગયા હતા. વાન વાળો 15 સેકન્ડમાં ભાગી ગયો. બોર્ડર પર ટીચકા મારતો હોય ત્યારે બ્રહ્યોસ્ત છોડીએ અને આપણે બ્રહ્યાત્સ છોડવાનું છે. કેટલાય લાઇનમાં છે. અને સરખા નહી ચાલે તો બધાય જશે.'

આ વીડિયો અડાલજમાં યોજાયેલી શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણી સમયનો હોવાની શક્યતા છે. આમ, સ્વામીનારાયણ સંપ્રદાયની મહત્વની ગણાતી કાલુપુર ગાદીના આચાર્ય જેવા સન્માનનીય પદે રહેલા કૌશલેન્દ્રપ્રસાદ દ્વારા ઉચ્ચારવામાં આવતા આવા શબ્દોને કારણે વિવાદ ઊભો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News