BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા : પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં દ્વારકા ખાતે યોજાઈ વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ પદયાત્રા

  • October 07, 2026 04:53 PM 

દેવભૂમિ દ્વારકા : પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં દ્વારકા ખાતે યોજાઈ વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ પદયાત્રા

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા નગરમાં વિકસિત ભારત સંકલ્પ સભા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નવી દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું  હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા મશાલ જલાવવામાં આવી હતી, જેની હાથી ગેટથી દ્વારકાધીશ મંદિર સુધી સેવા જ્યોત યાત્રા યોજાઈ હતી.   

હાથી ગેટ પાસે યોજાયેલ સભા  કાર્યક્રમનો આરંભ કલાકાર ભાવેશ આહિર અને ટીમ દ્વારા આધ્યાત્મિક અને દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ દ્વારા કરવામાં આવ્યો હતો. જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલ રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર અને ભેટરૂપે ઘડિયાળ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિતરિત કરવામાં આવ્યાં હતાં. 

આ તકે રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયા,  જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા, ધારાસભ્ય મુળુભાઇ બેરા, અગ્રણી મયુરભાઈ ગઢવી,  અનિરુદ્ધ દવે, પુનીત શર્મા, જે.કે.હાથિયા,  કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કેતન પી.જોશી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક  એચ.પી.જોશી, પ્રાંત અધિકારી વાય.પી.ગઢવી તેમજ નગરપાલિકા પ્રમુખઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અન્ય પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application