રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCB બેટ્સમેન વિરાટ કોહલીને અમ્પાયર સાથે દલીલ કરવી ભારે પડી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ વિરાટ કોહલી પર દંડ ફટકાર્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર મેચ દરમિયાન, વિરાટ કોહલી નો બોલ પર અમ્પાયર સાથે ઝઘડો થયો હતો. જેના કારણે BCCIએ તેને મેચ ફીના 50 ટકા દંડ ફટકાર્યો છે.
KKR vs RCB મેચનું પરિણામ છેલ્લા બોલ પર નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં RCB એક રનથી હારી ગયું હતું. IPL દ્વારા જારી કરવામાં આવેલ સત્તાવાર મીડિયા રીલીઝમાં વાંચવામાં આવ્યું છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિરાટ કોહલી પર કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઈપીએલ 2024 ની મેચ નંબર 36 દરમિયાન આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ આરોપ મૂકવામાં આવ્યો છે અને 50 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ રિલીઝમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વિરાટ કોહલીએ તેની સજા સ્વીકારી લીધી છે. આવી સ્થિતિમાં આ અંગે વધુ સુનાવણી થશે નહીં. તે આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.8 ના લેવલ 1 માટે દોષી સાબિત થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત ટુંકસમયમાં જાપાનને પછાડી વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનશે
May 06, 2025 10:40 AMમહાત્મા બુદ્ધ સાથે જોડાયેલા દુર્લભ રત્નોની હોંગકોંગમાં કરાશે હરાજી
May 06, 2025 10:39 AMખંભાળિયા: ગ્રામ્ય વિસ્તારમાં કુવામાં પડેલી બકરીનું રેસ્ક્યૂ કરાયું
May 06, 2025 10:38 AMસુપ્રીમ કોર્ટના ૩૩ ન્યાયાધીશોની સંપત્તિની વિગતો સાર્વજનિક કરાઈ
May 06, 2025 10:37 AMભારતીય અમેરિકનો યુએસમાં સૌથી વધુ કમાણી કરનારાઓમાં અગ્રેસર
May 06, 2025 10:36 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech