BREAKING NEWS

જામનગર: કાલાવડના બોડી ગામની મુલાકાત લઈ કલેક્ટરે પી.બી.પંડ્યાએ દફતર તપાસણી, વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા

  • August 08, 2026 06:09 PM 

જામનગર: કાલાવડના બોડી ગામની મુલાકાત લઈ કલેક્ટરે પી.બી.પંડ્યાએ દફતર તપાસણી, વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા

કલેક્ટરે શાળાની મુલાકાત લઈ શિક્ષણ સાથે રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર ભાર મૂકવા શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બોડી ગામે વિવિધ પ્રશાસનિક અને વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ કરવા અંગેની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા દ્વારા ગામની શાળા, આંગણવાડી, સરકારી રેકર્ડ તેમજ ગ્રામીણ સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગામની આંગણવાડી તથા પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં રૂબરૂ જઈને બાળકો સાથે સહજતાથી વાતચીત કરી હતી અને તેમના શૈક્ષણિક સ્તર તથા જ્ઞાનની ચકાસણી કરી હતી. આ તકે તેમણે શિક્ષકો સાથે વિગતવાર ચર્ચા કરતા જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું સીમિત ન રહેતા શિક્ષણની સાથે-સાથે રમત-ગમત, સાંસ્કૃતિક અને અન્ય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું કેળવણીસભર આયોજન કરવું અત્યંત જરૂરી છે.

તદુપરાંત, કલેક્ટર દ્વારા બોડી ગામમાં સંપૂર્ણ દફતર તપાસણી હાથ ધરવામાં આવી હતી. સરકારી કામગીરીમાં પારદર્શિતા અને નિયમિતતા જળવાઈ રહે તે હેતુથી તમામ રજિસ્ટરો તથા રેકર્ડ સમયસર અદ્યતન કરી યોગ્ય રીતે જાળવણી કરવા સંબંધિત કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

ગામના લોકો સાથે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં કલેક્ટરએ ગ્રામજનોની વિવિધ રજૂઆતો અને પ્રશ્નો સ્થાનિક ધોરણે સાંભળ્યા હતા. આ પ્રશ્નોનો ત્વરિત અને સંતોષકારક નિકાલ થાય તે માટે ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. આ સાથે જ ચોમાસાની વર્તમાન ઋતુને ધ્યાને રાખી ગામમાં વાવણીની સ્થિતિ, ખાતરની ઉપલબ્ધતા અને સિંચાઈની સગવડો અંગે પણ વિગતવાર માહિતી મેળવીને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application