BREAKING NEWS

દ્વારકા: વરવાળા પ્રા. શાળાના વિદ્યાર્થીઓનું વોલીબોલ અને બેટરી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન

  • August 27, 2026 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: વરવાળા પ્રા. શાળાના વિદ્યાર્થીઓનું વોલીબોલ અને બેટરી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન
 
ક્રીડા ભારતી દ્વારા રાષ્ટ્રીય રમત વિકાસ અંતર્ગત નંદાણા મુકામે યોજાયેલી અંડર-૧૪ વોલીબોલ સ્પર્ધામાં પીએમ વરવાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમત કૌશલ્યનું પ્રદર્શન કરી દ્વિતીય ક્રમાંક હાંસલ કર્યો હતો. વિદ્યાર્થીઓની આ સિદ્ધિથી શાળા પરિવાર અને વરવાળા ગામનું ગૌરવ વધ્યું છે.

આ ઉપરાંત યોજાયેલા બેટરી ટેસ્ટમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી હતી. અંડર-૯ કેટેગરીમાં શાળાની વિદ્યાર્થીનીઓ પરમાર લીલા અને અજરીન બુટ્ટા, તેમજ વિદ્યાર્થી રેહાન સમાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી બેસ્ટ વિનરનો ખિતાબ મેળવ્યો હતો. જ્યારે અંડર-૧૧ કેટેગરીમાં ઘાંઘર ભિયળએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી બેસ્ટ વિનરનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. વિજેતા વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ તથા સિલ્વર મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.

વિદ્યાર્થીઓની આ સિદ્ધિને બિરદાવવા શાળાના આચાર્યા રિમ્પલબેન દ્વારા તમામ વિજેતાઓનું ટ્રોફી અને મેડલ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સફળતા પાછળ શાળાના યોગ રિસોર્સ પર્સન મેર વિપુલભાઈના અથાગ પ્રયાસો અને માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો હોવાનું શાળા પરિવાર દ્વારા જણાવાયું હતું.
​​​​​​​
રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન અને યોગ્ય તાલીમ મળવાથી શાળાના વિદ્યાર્થીઓ આગામી સ્પર્ધાઓમાં પણ વધુ ઉજ્જવળ સિદ્ધિઓ હાંસલ કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application