દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકશાહીના પર્વે ઉત્સાહભેર મતદાન, વરિષ્ઠ નાગરિકો બની રહ્યા છે પ્રેરણાસ્ત્રોત
શારીરિક રીતે અશક્ત નાઘેરા રામીબેને મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવા આપ્યો અનોખો સંદેશ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી–૨૦૨૬ અંતર્ગત આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકશાહીના પર્વની ઉજવણી અંતરગત લોકશાહીની મજબૂતી માટે નાધેરા રામીબેને અનોખો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. તેમની જાગૃત ભાગીદારી અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બની તેમની ઉંમર ભલે ૯૫ વર્ષની હોય, પણ તેમનો ઉત્સાહ નવયુવાનો જેટલો જ અડગ હતો.
રામીબેનની શારીરિક સ્થિતિ અત્યંત અશક્ત તેમજ બંને કિડની બીમારી હોવા છતાં, વયોવૃદ્ધ ઉંમર પણ મતદાનની ફરજ નિભાવી રાષ્ટ્ર પ્રત્યેની અતુટ નિષ્ઠાનું પ્રમાણ પૂરું પાડ્યું હતું. શારીરિક અશક્ત હોવા છતાં રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નૈતિક ફરજ સમજી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.