BREAKING NEWS

ખેડૂતોનું દેવું માફ કરો: દ્વારકા જિલ્લા આપ પ્રમુખ

  • November 03, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતોનું દેવું માફ કરો: દ્વારકા જિલ્લા આપ પ્રમુખ

રૂ. ૧૭,૦૦૦ કરતાં વધુ સહાય આપો અને ભાગિયાઓ-ખેતમજૂરો માટે વિશેષ પેકેજ જાહેર કરવા સહિતના મુદ્દે મુખ્યમંત્રીને પત્ર

ગુજરાતના ખેડૂતો હાલ દેવું, પાણીની અછત અને ઘાસચારાની અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ ભાગિયાઓ અને ખેતમજૂરોની આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે. આ પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી.

આ આવેદનપત્રમાં ખેડૂતોનું દેવું માફ કરવા, ખેડૂતોને રૂ. ૧૭,૦૦૦ કરતાં વધુ પૂરતી આર્થિક સહાય આપવા, દર બે-ત્રણ ગામ વચ્ચે ઘાસના ડેપો શરૂ કરી પશુઓ માટે પૂરતું ઘાસ ઉપલબ્ધ કરાવવા, સૌની યોજના અંતર્ગત શિયાળુ પાક માટે પૂરતું સિંચાઈનું પાણી આપવા તેમજ ભાગિયાઓ અને ખેતમજૂરો માટે વિશેષ આર્થિક સહાય જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીએ સરકારને ખેડૂતો અને ખેતમજૂરોના પ્રશ્નો પ્રત્યે ગંભીરતા દાખવી તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે. જો સરકાર દ્વારા આ માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખીને લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી દેવભૂમિ દ્વારકા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application