BREAKING NEWS

શહેરીજનો વૈકલ્પિક વ્યવસ્થા કરજો, જામનગરમાં ૭૦ વિસ્તારમાં કાલે પાણી વિતરણ બંધ

  • October 31, 2025 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરીજનો વૈકલ્પિક વ્યવસ્થા કરજો, જામનગરમાં ૭૦ વિસ્તારમાં કાલે પાણી વિતરણ બંધ

​​​​​​​​​​​​​​
જામનગરના જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટ અને રાઇઝીંગ પાઇપલાઇનમાં સમારકામની કામગીરીના કારણે શહેરના ૭૦ વિસ્તારમાં શનિવારે પાણી વિતરણ બંધ રહેશે. આથી આ વિસ્તારમાં રહેતા લોકોએ પાનણી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે.ત્રણેય અસરગ્રસ્ત ઝોનમાં રવિવારે અને અન્ય ઝોનમાં સોમવારે પાણી વિતરણ કરવામાં આવશે.  


જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા  શનિવારે જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટમાં ફલોક મોડયુઅલમા વર્જીન પી.વી.સી. એંગલ બદલાવવાનુ તેમજ રવિપાર્કની રાઈઝીંગ પાઈપ લાઈન પર એમ.ઈ.એસ. કેમ્પસની અંદરથી પસાર થતી હોય તેનુ લીકેજ રીપેરીંગ કરવાનુ હોવાથી જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટમાં શટડાઉન કરવામાં આવશે.

આથી જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટ સંલગ્ન રવિપાર્ક, જ્ઞાનગંગા તથા ગોકુલનગર ઈ.એસ.આર. હેઠળ આવતા વિસ્તારોમાં શનિવારના પાણી વિતરણ બંધ રહેશે. જેમાં રવિપાર્ક ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો યાદવનગર, ભકિતનગર, મહાદેવનગર, રાધેક્રિષ્ન પાર્ક, ડીફેન્સ કોલોની, વિશાલ પાર્ક, ગોકુલધામ, બાલજી ૧,૨ અને ૩, નવી જુની ચાલી, આનંદ કોલોની, ભીંડાવાડી, પુરબીયાની વાડી, શીવ ટાઉનશીપ, તી‚પતિ પાર્ક-૨, રાધેક્રિષ્ન સોસાયટી, નિલકંઠ પાર્ક, દ્વારકાધીશ પાર્ક, તીરૂપતિ પાર્ક-૧, સંગમ પાર્ક,પુષ્પક પાર્ક, યોગીપાર્ક, ઢીચડા ગામ વિગેરે વિસ્તારો તેમજ જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતા વિસ્તારો ધોરીવાવ, શીવધારા-૧,૨,૩,૬,૭, ખોડીયાર વીલા,શ્રીરાજપાર્ક, ખોડલગ્રીન્સ, જે જે કબીર, શ્રીજીપાર્ક, યોગીધામ, જયહરીપાર્ક, ઓમપાર્ક, જયોતીપાર્ક-૧,૨, ખોડલવીલા, જે જે જશોદાનાથ-૧,૨, ક્રિષ્નાપાર્ક, નીલગીરી વિગેરે તથા ગોકુલનગર ઝોન-બી હેઠળ આવતા  
વિસ્તારો નવાનગર, મુરલીધરનગર-૧ થી ૩, શીવનગર-૨, શ્યામનગર, ખાખીનગર, રામનગર, સાયોના શેરી ડાબી બાજુ, નારાયણનગર, શ્રુતિપાર્ક, કૈલાશનગર,​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application