BREAKING NEWS

સલાયામાં પાણીનો પ્રશ્ર્ન ગંભીર બનવાની ભીતિ

  • September 25, 2026 12:58 PM 

સલાયામાં પાણીનો પ્રશ્ર્ન ગંભીર બનવાની ભીતિ

સિંહણ ડેમમાં માત્ર ૨૦ દિવસ ચાલે તેટલું પાણી: અધિકારીઓ દ્વારા ડેમનું નિરીક્ષણ

સલાયામાં પાણીનું ગંભીર સંકટ ઉભુ થવાની શક્યતા છે. સલાયાને પાણી પૂરું પાડતા સિંહણ ડેમમાં પાણીનું સ્તર ખૂબ ઓછું થઈ ગયું છે. આ વર્ષે દ્વારકા જિલ્લામાં ઓછો વરસાદ થવાને કારણે મોટાભાગના ડેમોની આવી જ સ્થિતિ છે. સિંહણ ડેમમાં માત્ર ૨૦ દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બાકી હોવાનું જાણવા મળ્યું છે. પાણીની આ ગંભીર સ્થિતિને જોતા તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની સૂચનાથી અધિકારીઓએ ડેમનું નિરીક્ષણ કર્યું હતું.

કલેક્ટરની સૂચના મુજબ, સલાયા નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના હેડ ડેવિડભાઈ વ્યાસ અને પાણી પુરવઠા વિભાગના ઈજનેર સોનગરાએ સિંહણ ડેમની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન, પાણીના ઉપલબ્ધ જથ્થા, પુરવઠાની સ્થિતિ અને આગામી દિવસોમાં ઊભી થઈ શકે તેવી પાણીની સમસ્યા અંગે સ્થળ પર જ માહિતી મેળવી ચર્ચા કરવામાં આવી. ઉનાળાની શરૂઆત પહેલાં પાણીની અછત વધુ ગંભીર ન બને તે માટે વૈકલ્પિક વ્યવસ્થા અને યોગ્ય આયોજન માટે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે.હવે માત્ર સૌની યોજના દ્વારા આ ડેમમાં પાણી ભરાય અથવા નર્મદાના નીર પાઈપ લાઇન મારફત સલાયાને અપાઈ તો જ આ સંકટ દૂર થઈ શકે એમ છે.

સલાયામાં આગામી દિવસોમાં પાણીની તંગી ન થાય અને લોકોને નિયમિત પાણી મળી રહે તે માટે તંત્ર કેવા પગલાં લે છે તેના પર સૌની નજર છે.હાલ તંત્ર દ્વારા સલાયાના લોકોને પાણીનો સમજીને જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા સૂચનાઓ અપાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application