BREAKING NEWS

જામનગરમાં વહેલી સવારે મોસમ આહલાદક: ઝાકળવર્ષા

  • October 14, 2026 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વહેલી સવારે મોસમ આહલાદક: ઝાકળવર્ષા

લઘુતમ તાપમાન રપ: મહતમ ૩૬ ડીગ્રી: બેવડી ઋતુનો માહોલ યથાવત

હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આસો મહિનામાં પણ ડબલ ઋતુનો માહોલ યથાવત રહેવા પામ્યો છે. સાથોસાથ નવરાત્રીની શ‚આતથી જ પરોઢીયે ફુલ ગુલાબી ઠંડી અને ઝાકળનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે હવામાં ભેજનું પ્રમાણ વધતા જામનગર દ્વારકા, ઓખા મંડળ સહિતના વિસ્તારોમાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

કંટ્રોલ‚મના જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાન રપ, મહતમ તાપમાન ૩૬ ડીગ્રી, ભેજનુ પ્રમાણ ૮૧ ટકા, અને પવનની ગતિ ૩.૨ પ્રતિ કલાક કિ.મી. નોંધાઇ છે. જે ગઇકાલની તુલનામાં મહતમ તાપમાનમાં ૧ ડીગ્રીનો વધારો અને ભેજમાં ૧ ટકાનો વધારો નોંધાયો છે. 
જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારે ફરી એક વખત મોસમનો મિજાજ બદલાયો હતો અને વહેલી પરોઢે સમગ્ર પંથકમાં ધુમ્મસની ચાદર છવાઈ જતાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારે ઝાકળ સાથે ધુમ્મસ છવાતાં માર્ગો પર દૃશ્યતા ઘટી ગઈ હતી. જેના કારણે વાહનચાલકોને દૂર સુધીનો માર્ગ જોવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકોએ વાહનોની લાઇટ ચાલુ રાખીને તેમજ વાઇપરનો ઉપયોગ કરીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. સવારના સાડા આઠ વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં ધુમ્મસની અસર જોવા મળી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઉતાર-ચઢાવ વચ્ચે રાત્રિના સમયે ઠંડકનો અહેસાસ થવા લાગ્યો છે. વહેલી સવારે ઝાકળ અને ઠંડકભર્યા વાતાવરણને કારણે લોકોને આહ્લાદક અનુભવ થયો હતો. જોકે, દિવસ દરમિયાન તાપમાનનો પારો ઊંચે જતાં બપોરના સમયે ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે.

જામનગર શહેર અને જિલ્લામાં વહેલી સવારે ઝાકળ, ધુમ્મસ અને ઠંડકભર્યા વાતાવરણની શરૂઆત થતાં હવે ધીમે ધીમે શિયાળાના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે. જોકે, દિવસ દરમિયાન ગરમી યથાવત્ રહેતાં વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

જામનગર શહેર અને સમગ્ર હાલારમાં ચોમાસાની વિદાય બાદ ઠંડી ધીમે ધીમે શરૂ થઇ રહી છે. ગઇકાલે ભાટીયા તેમજ આસપાસના ગામોમાં ઝાકળનું સામ્રાજય છવાઇ ગયુ હતું. આજે જામનગરમાં પણ વહેલી સવારથી જ ઝાકળનું સામ્રાજય સર્જાતા હાઇવે પર વાહનચાલકો હેડલાઇટના સહારે વાહન ચલાવવા પડયા હતા. છેલ્લા એકાદ માસથી સમગ્ર હાલારના લોકો ડબલ ઋતુનો સામનો કરી રહ્યા છે. સવારે ઠંડી અને બપોરે ઉકળાટ સાથે બફારાનો માહોલ અનુભવી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application