રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ચાર જુગાર દરોડામાં પોલીસે નવ મહિલાઓ સહિત ૨૩ શખસોને પકડી પાડી રોકડ મોબાઈલ સહિત કુલ રૂા. ૨,૪૦,૯૦૦નો મુદામાલ કબજે કરી જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.બનાવની મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જ આઈ.જી નિર્લિ રાય, જિલ્લ ા એસપી વિજયસિંહ ગુર્જરએ જુગાર જેવી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા સૂચના આપી હોય જે અંતર્ગત ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક વી.જે.વ્યાસના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી. જાડેજાના તાબા હેઠળ એ.એસ.આઇ શકિતસિંહ જાડેજા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન મોટી પાનેલી ગામે પ્રગટેશ્વર મહાદેવ મંદિર પાસે અવેડાની બાજુમાં જુગાર રમતા હિતેશ ઉર્ફે ભોલો બાલુભાઈ ઠકરાણી, ભીખા ખોડાભાઈ વાઘેલા, દર્શિત ઉર્ફે દાનો પરસોત્તમભાઈ પરેચા, આશિષ રમેશભાઈ રાનેરા (રહે તમામ મોટી પાનેલી) ને રોકડ મોબાઈલ ફોન સહિત રૂા. ૧,૫૧,૧૦૦ની રોકડ સાથે પકડી જુગારધારા કલમ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બીજા જુગાર દરોડામાં લોધીકા પોલીસે રાવકી ગામે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ભરડિયા પાછળ જાહેરમાં જુગાર રમતા રાવકી વિશાલ ફાઉન્ડ્રીની ઓરડીઓમાં રહેતા સર્વેશકુમાર રામસુરેશ પાસવાન, હનુમાન ગુરઈ પાસવાન, પારસ કીર્પાવાન પાસવાન, અમરીશકુમાર રામઅવધ પાસવાન, આઝમ અઝલુમ શેખ, કનૈયાલાલ મુન્નાલાલ પાસવાન, યોગેશકુમાર ભગનીરામ રાજભર ને પકડી રોકડ મોબાઈલ ફોન સહિત રૂા. ૬૦૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.જુગારના ત્રીજા દરોડામાં, શાપર વેરાવળ પોલીસે પારડી ગામ પડવલા જતા શિવમ પાર્ક સોસાયટી શેરી નંબર ત્રણ માં જાહેરમાં જુગાર રમતા લોધીકાના રહેવાસી કંચનબેન બાબુભાઈ માકડીયા, રસીલાબેન અશોકભાઈ પરમાર, ક્રિષ્નાબેન સાગરભાઇ રાણવા, ભાવનાબેન મહેશભાઈ પાતર, સપનાબેન સામતભાઈ પરમાર, રીટાબેન દિનેશભાઈ વાઘેલા, જયાબેન જયંતીભાઈ કટારીયા, લીલાવતીબેન પ્રવીણભાઈ રાઠોડ, સવિતાબેન માધાભાઈ પરમારને પકડી રૂા. ૧૫૨૬૦ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.જુગારના ચોથા દરોડામાં, ઉપલેટા પોલીસે લીલાખા ગામમાં આવેલ શ્યામ સોસાયટી જૂની ચક્કીની સામે જાહેરમાં જુગાર રમતા લીલાખા ગામના રહેવાસી કાળા વિરાભાઈ બાબરીયા, શૈલેષ રાયસીભાઈ બાબરીયા, ધના વાલાભાઈ વધેરાને પકડી રૂા. ૧૪૧૪૦ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી કરી હતી