કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ ભાજપ પર નિશાન સાધતા શું કહ્યું?

  • December 29, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા બેંગલુરુ ખાતે એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જયાં કાર્યક્રમને સંબોધતા તેમણે ભાજપ પર નિશાન સાધ્યુ હતું. જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પૂછ્યું કે, સોફ્ટ હિન્દુત્વ અને હાર્ડ હિન્દુત્વ એટલે શું ? મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ વેળા દાવો કર્યો હતો કે હિન્દુત્વની વિચારધારા અને હિન્દુ આસ્થા વચ્ચે તફાવત છે. અહીં બેંગલુરુમાં તેઓ કાર્યક્રમને સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેમણે હિંદુ અને હિંદુત્વ અલગ છે તેમ કહ્યું હતું. જેને લઈને નવો વિવાદ ઉભો થયો છે.

મહત્વનું છે કે એક તરફ લોકસભાની ચૂંટણીને લઇ હાલ વિવિધ પક્ષો તેમની રણનીતિ ધડી રહ્યા છે. આક્ષેપો, નારાજગી, સીટશેરીંગ, રાજીનામુ આપવું સહિતના ઘટનાક્રમો રાજકારણની દુનિયામાં જોવા મળી રહ્યા છે. ત્યારે બેંગલુરુ ખાતેના કાર્યક્રમમાં સોફ્ટ હિંદુત્વનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું, "શું સોફ્ટ હિંદુત્વ અને હાર્ડ હિંદુત્વ હોય? તેવો સવાલ કરી કહ્યું કે હિંદુત્વ હિંદુત્વ છે. હું હિંદુ છું. હિંદુત્વ અલગ છે અને હિંદુ અલગ છે." આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે શું આપણે રામની પૂજા નથી કરતા? શું તેઓ એટલે કે ભાજપ જ રામની પૂજામાં માને છે? શું આપણે રામ મંદિર નથી બનાવ્યું? શું આપણે રામ ભજન નથી ગાતા? આવા સવાલો કરી વિવાદ ઉભો કર્યો છે.
​​​​​​​

મુખ્યમંત્રીના આ નિવેદન બાદ ભાજપના નેતા સીએન અશ્વથ નારાયણે તરત જ વળતો પ્રહાર કર્યો હતો. સાથે જ તેમણે તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો હતો. તેમણે એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "કોંગ્રેસ હંમેશા વિભાજનકારી રાજનીતિ કરે છે. તે દેશના કાયદાનું સન્માન કરતી નથી. તેને હિન્દુત્વ વિશે વાત કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી."

આપને જણાવી દઇએ કે આ પહેલીવાર નથી જ્યારે સિદ્ધારમૈયાએ હિંદુ ધર્મ વિશે આ પ્રકારની ટિપ્પણી કરી હોય. આ પહેલા પણ તેમણે કહ્યું હતું કે હિન્દુત્વ બંધારણની વિરુદ્ધ છે. હિન્દુત્વ અને હિન્દુત્વ અલગ છે. હું હિન્દુ ધર્મનો વિરોધી નથી. હું હિંદુ છું, પણ હું હિંદુત્વનો વિરોધ કરું છું. કોઈ ધર્મ હત્યાનું સમર્થન કરતું નથી, પરંતુ હિન્દુત્વ હત્યા અને ભેદભાવને સમર્થન આપે છે.


Karnataka,CMSiddaramaiah,target,BJP,controversy,Bengaluru



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application