BREAKING NEWS

લોધિકાના હરીપર પાળમાં ગરબીના મનદુઃખમાં ડખ્ખો: સામસામે ધોકા ઉડ્યા

  • October 13, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોધિકાના હરીપર (પાળ) ગામે ઘર પાસે ગરબીના મનદુઃખમાં યુવકને ધોલ ધપાટ કર્યા બાદ ગઈકાલે ફરી ત્રણેક શખસો ધોકા સાથે ઘરે આવી હુમલો કરતા છોડાવવા વચ્ચે પડેલા યુવકના ભાઈને ઇજા થઇ હતી જયારે સામે પક્ષે પણ યુવાનને ધોકા વડે મારમાર્યો હોવાની રાવ સાથે સિવિલમાં દાખલ થયો હતો.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ હરીપર(પાળ) ગામે રહેતો ભાવેશ ગોવિંદભાઈ વાળા (ઉ.વ.24) ગઈકાલે સાંજે છએક વાગ્યે ઘર પાસે હતો ત્યારે નાજા રાતડીયા, ખીમજી રાતડીયા અને અજાણ્યાએ ધોકા વડે મારમાર્ટાઇઝ થવાથી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. ભાવેશના કહેવા મુજબ પોતે પાઠક સ્કૂલની બસ ચલાવે છે, નવરાત્રીમાં મારાભાઈ સતીષએ ઘર પાસે ગરબીનું આયોજન કર્યું હતું જે નાજા રાતડીયાને ગમ્યું ન હોય તેનું મનદુઃખ રાખી બે દિવસ પહેલા પણ મારભાઈ સતીષને નોકરીના સ્થળે જઈ ધોલ ધપાટ કરી હતી. ગઇકાલે ફરી ઘરે આવી ગાળાગાળી કરતા મેં ગાળો આપવાની ના પાડતા ધોકાવડે મારમાર્યો હતો. જયારે સામાપક્ષે નાજા ખીમજીભાઈ ચાવડા (ઉ.વ.25) પોતાને સતીષ વાળા, દિનેશ વાળા, ભાવેશ વાળા સહિતનાએ ધોકાથી મારમાર્યો હોવાની રાવ સાથે સિવિલમાં દાખલ થતા બંને પક્ષની હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application