જો ૧૦૦ રૂપિયાની નવી નોટ જોઈ હશે તો તેની પાછળ એક ચિત્ર છે તે જોયું જ હશે. જે ઉંધા મંદિર જેવું લાગે છે. પણ વાસ્તવમાં આ ઊંધુ મંદિર નથી પરંતુ રાણકી વાવ છે.
રાણકી વાવ ક્યાં આવેલી છે?
રાણકી વાવ ગુજરાતમાં આવેલી છે. પાટણ જિલ્લામાં સરસ્વતી નદીના કિનારે આ વાવ બનાવવામાં આવી છે. એવું કહેવાય છે કે તેનું નિર્માણ 11મી સદીમાં થયું હતું. તે સરસ્વતી નદીના કિનારે સાત માળમાં બનેલ છે. તેની લંબાઈ 64 મીટર અને પહોળાઈ 20 મીટર છે. જ્યારે રાણકી વાવની ઊંડાઈ 27 મીટર છે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાવમાં 30 કિલોમીટર લાંબી રહસ્યમય સુરંગ છે.
તે કોના માટે બાંધવામાં આવી હતી?
ઈતિહાસમાં મોટાભાગની ઈમારતો રાજાઓ દ્વારા રાણીઓની યાદમાં બનાવવામાં આવી છે. પરંતુ રાણકી વાવ એક રાજાની યાદમાં બનાવવામાં આવી છે. રાણકી વાવ 1063 માં સોલંકી વંશની રાણી ઉદયમતીએ તેમના સ્વર્ગસ્થ પતિ રાજા ભીમદેવની યાદમાં બંધાવી હતી. એવું માનવામાં આવે છે કે આ વાવના પાણીમાં ઔષધીય ગુણો છે જે તાવ અને અન્ય ઘણી બીમારીઓને દૂર કરી શકે છે.
આ સાથે વાવની અંદરની દિવાલો પર 800 થી વધુ શિલ્પો બનાવવામાં આવ્યા છે. આમાંની મોટાભાગની મૂર્તિઓ ભગવાન વિષ્ણુની છે. આ સિવાય વાવની દિવાલો પર અપ્સરાઓ અને ઋષિઓની મૂર્તિઓ પણ જોવા મળશે. જો અહીંયા ફરવા આવવું હોય તો પહેલા પાટણ પહોંચવું પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech