કાચા તેલના ભાવમાં સતત તેજી વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, સરકાર તરફથી સ્પષ્ટ્રતા કરવામાં આવી છે કે હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. સરકારનું હાલનું ધ્યાન ઊર્જા સુરક્ષા જાળવવા અને દેશમાં ઈંધણનો પૂરતો તથા સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા પર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાચા તેલના ભાવમાં ભારે વધારો થયો હોવા છતાં સરકાર હાલ ઘરેલુ ઈંધણના ભાવમાં ફેરફાર કરવા માંગતી નથી. ૨૨ સપ્ટેમ્બર સુધી ભારતીય કાચા તેલની કિંમત વધીને ૧૧૫.૨૭ ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે, યારે સપ્ટેમ્બર મહિનાનો અત્યાર સુધીનો સરેરાશ ભાવ લગભગ ૧૧૪.૮૩ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે. આગામી સમયમાં પણ કાચા તેલના ભાવમાં ઉતાર–ચઢાવ રહેવાની શકયતા છે. રેટિંગ એજન્સી આઈસીઆરએના અંદાજ મુજબ, જો પેટ્રોલ–ડીઝલના છૂટક ભાવમાં ફેરફાર નહીં કરવામાં આવે તો સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. કંપનીઓનું દૈનિક નુકસાન અંદાજે .૫૩૦ કરોડ હોવાનું જણાવાયું છે. હાલ પેટ્રોલ પર માર્કેટિંગ માર્જિન લગભગ .૮ પ્રતિ લિટર અને ડીઝલ પર .૯ પ્રતિ લિટર નેગેટિવ હોવાનો અંદાજ છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં એલપીજી સિલિન્ડર પર અંડર–રિકવરી પણ લગભગ .૩૦૦ પ્રતિ સિલિન્ડર રહેવાની શકયતા છે. કાચા તેલના ભાવમાં વધારાનું એક મુખ્ય કારણ વૈશ્વિક સપ્લાય પર પડતી અસર છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે કાચા તેલ અને ઈંધણના જહાજોની અવરજવર પ્રભાવિત થતાં વૈશ્વિક બજારમાં સપ્લાય અંગે ચિંતા વધી છે. જેના કારણે કાચા તેલના ભાવ પર દબાણ વધ્યું છે. સરકાર જહાજોની અવરજવર સુનિશ્ચિત કરવા માટે સતત વાતચીત કરી રહી છે. સાથે જ ઊર્જા સુરક્ષા માટે રશિયા પાસેથી કાચા તેલની સ્થિર ખરીદી જાળવવા અને અન્ય દેશોમાંથી આયાત વધારવાના વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. ઇરાક અને સાઉદી અરેબિયા જેવા દેશો ભારતના કાચા તેલના ક્રોતમાં વૈવિધ્ય લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો કાચા તેલના ભાવ લાંબા સમય સુધી ઐંચા રહે અને દેશમાં પેટ્રોલ–ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવે, તો ભવિષ્યમાં સરકારને ઓઇલ અને ગેસ કંપનીઓને આર્થિક સહાય આપવા અંગે વિચારવું પડી શકે છે. હાલમાં સરકાર માટે ઈંધણના ભાવ સ્થિર રાખવા, ઓ એમસીની નાણાકીય સ્થિતિ જાળવવા અને દેશને સતત ઊર્જા પુરવઠો મળતો રહે. આ ત્રણેય બાબતો વચ્ચે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ બની ગયું છે.