BREAKING NEWS

જામનગર: ધ્રોલ નજીક વાયર ચોરીનો ગુનો ડીટેકટ : પાંચ પકડાયા

  • September 16, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલ નજીક વાયર ચોરીનો ગુનો ડીટેકટ : પાંચ પકડાયા

૨.૨૫ લાખનો મુદામાલ કબ્જે : બે શખ્સોની સંડોવણી ખુલી

ધ્રોલના ખારવાથી જાયવા ગામ તરફના રસ્તા પાસે છ માસ પહેલા પોલમાંથી ધાતુના વાયરની ચોરી થઇ હતી જેનો ભેદ સ્થાનીક પોલીસે ઉકેલી નાખી પાંચ શખ્સોને પકડી સવા બે લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને તપાસ આગળ ધપાવી છે.

જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની તથા ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદા દ્વારા વણ શોધાયેલા ચોરીના ગુના શોધી કાઢવા માર્ગદર્શન આપ્યુ હતું જે અનુસંધાને ધ્રોલ પીઆઇ પી.એન. ખાચરની સુચના મુજબ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન કલ્પેશભાઇ, રાજેશભાઇ, હરદેવસિંહ, સંજયભાઇ અને રઘુવીરસિંહને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે ધ્રોલના ખારવાથી જાયવા ગામ તરફના રસ્તે આશરે છ માસ પહેલા ઇલેકટ્રીક પોલમાંથી એલ્યુમીનીયમ ધાતુના વિજ વાયર આશરે ૧૨૦૦ મિ. લંબાઇ કિ. ૫૪૩૭૫ની કોઇ શખ્સો ચોરી કરી ગયા હતા જેની ફરીયાદ જાહેર થઇ હતી.
​​​​​​​
આ ચોરીના આરોપીઓ સુપર કેરી ગાડી લઇને જામનગર તરફથી ધ્રોલ આવી રહયા છે જે ચોકકસ બાતમીના આધારે વાંકીયા પાસે વાહન રોકી તેમાથી પાંચ આરોપીઓ જામનગરના સાત રસ્તા પાવર હાઉસ પાસે રહેતા કરણ મોહન મકવાણા, ગુલાબનગરના અશ્ર્વીન ઉર્ફે સુકલીયો વિજય રાઠોડ, ધ્રોલ ગાયત્રીનગરના અરવિંદ કિશોર સોલંકી, કમલેશ ઉર્ફે રામ મગન રાઠોડ અને ખારવા રોડ આઇટીઆઇ પાછળ રહેતા વિશાલ ઉર્ફે બાડીયો કેશુ રાઠોડ નામના શખ્સોને પકડી લીધા હતા.
​​​​​​​
તેમની પાસેથી ચોરીમાં ઉપયોગ લીધેલ વાહન કેરી નં. જીજે૧૦ટીવાય-૦૧૮૬, લોખંડનું કટર કબ્જે કર્યુ હતું. તપાસ દરમ્યાન જામનગર સાત રસ્તે રહેતા ઘનશ્યામ રમણીક મકવાણા અને ચોરીનો માલ લેનાર જામનગરના રમેશ સવજી ભદ્રાના નામ ખુલ્યા હતા. પોલીસે ગુનો ડીટેકટ કરી તપાસ આગળ ધપાવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application