જામનગર: ગણપતનગર વિસ્તારમાં પાના ટીંચતી બે મહિલા સહિત ચારની અટક
જામજોધપુરમાં વર્લીબાઝ આબાદ ઝડપાયો
જામનગર સીટી-સી ડીવીઝન પીઆઇ એન.બી. ડાભીની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ આર.એલ. કંડોરીયા તથા સ્ટાફના માણસો પ્રોહી જુગારના ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.હેડ કોન્સ ખીમશીભાઇ તથા હોમદેવસિંહને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે જામનગરના ગણપતનગર ખુલ્લીફાટક પ્રોવીઝન સ્ટોર પાસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા જમનાબેન હનીફ સાટી, ગુલસનબેન કાસમ મુખીયા, અલતાફ અબ્દુલ સમા, રીઝવાન જુસબ સમાને રોકડા ૧૨૭૫૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત જામજોધપુરના ઘાસના ગોડાઉન પાસે રહેતા રામદેવ ઉર્ફે બાઠો વિઠ્ઠલ સુરેલા નામના શખ્સને ધર્મશાળા રોડ પર જાહેરમાં નશીબ આધારીત વર્લી મટકાનો જુગાર રમતા રેઇડ દરમ્યાન સ્થાનીક પોલીસે રોકડા ૧૩૦ અને આંકડા લખેલ કાગળ સાથે દબોચી લીધો હતો.