BREAKING NEWS

જામનગર: જોગવડ સીમમાં ૩૨ હજારના ગાંજા સાથે મહિલાની અટકાયત

  • June 18, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જોગવડ સીમમાં ૩૨ હજારના ગાંજા સાથે મહિલાની અટકાયત

લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમ વિસ્તારમાં મેઘપર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી એક મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી કુલ ૩૭,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, જોગવડ ગામની સીમમાં રામદુતનગર વિસ્તારમાં રવિવારી ગુજરી બજાર ગ્રાઉન્ડ પાછળ આવેલી એક ભાડાની ઓરડીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે મેઘપર-પડાણા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન ત્યાં રહેતી સુનીતા વિધ્યાચલ યાદવ (ઉ.વ. ૪૩), મૂળ ઉત્તર પ્રદેશના આજમગઢ જિલ્લાના ગોવિંદપુર ગામની રહેવાસી અને હાલ જોગવડ ગામે ભાડાની ઓરડીમાં રહેતી મહિલાના કબજામાંથી ૬૪૮ ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩૭,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, ગાંજો સપ્લાય કરનાર રાકેશ નામના શખ્સની સંડોવણી ખુલી હતી જે ફરારી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતિભાની સુચના અનુસાર મેઘપર પડાણાના પીઆઇ પી.ટી. જયસ્વાલ દ્વારા એનડીપીએસના ગુના શોધી કાઢવા સુચના કરતા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીના આધારે ઉપરોકત કાર્યવાહી કરવામાં આવી હતી. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application