BREAKING NEWS

જામનગર નજીક બાઇકમાંથી પટકાયેલી મહિલા પર ટેન્કર ફરી વળતા મૃત્યુ

  • October 16, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક બાઇકમાંથી પટકાયેલી મહિલા પર ટેન્કર ફરી વળતા મૃત્યુ

બે દિવસ પુર્વે સાંઢીયા પુલથી આગળ બનેલો બનાવ : પરિવારજનોમાં શોકની લાગણી 

જામનગર નજીક સાંઢીયા પુલથી આગળ બે દિવસ અકસ્માતમાં એક મહિલાનો ભોગ લેવાયો હતો આ બનાવમાં બાઇકની પાછળ બેઠેલા મહિલા બેલેન્સ ગુમાવતા પડી જતા ટેન્કરના જોટામાં આવી જતા જીવલેણ ઇજા સબબ મૃત્યુ થયાનું બહાર આવ્યું છે, આ બનાવના કારણે મૃતકના પરિવાજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી. 
​​​​​​​
જામનગર તાબેના મોડપર ગામના વતની અને હાલ બંસી બંગ્લોઝ બ્લોક નં. ૧૦ કીચનએઝની પાછળના વિસ્તારમાં રહેતા માલતીબેન રાજેશભાઇ વિભાણી (ઉ.વ.૫૮) નામના મહિલા તા. ૧૪ના મોટરસાયકલ નં. જીજે૧૦ઇએલ-૭૮૫૦ની પાછળની સીટમાં બેસીને જતા હતા. 
​​​​​​​
આ દરમ્યાન જામનગર બાયપાસ રોડ સાંઢીયા પુલથી આગળ આશાપુરા પાર્ટી પ્લોટ સામેના રોડ પર પહોચતા મોટરસાયકલનું બેલેન્સ બગડતા તેણી નીચે પડી ગયા હતા આ વેળાએ બાજુમાં ચાલતા ટેન્કર નં. એમએચ૦૪કેએફ-૯૭૮૫ના પાછળના ટાયરમાં આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે મયંક રાજેશભાઇ વિભાણી દ્વારા પંચકોશી-બી માં ગઇકાલે જાણ કરવામાં આવી હતી. જે વિગતોના આધારે પંચ-બીના એએસઆઇ એસ.એસ. જાડેજા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application