જામનગર જિલ્લાના કાલાવડના મોટી નાગાજર ગામે કૂવામાંથી મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી
જામનગર જિલ્લાના કાલાવડના મોટી નાગાજર ગામે કૂવામાંથી મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી
November 05, 2026 10:31 AM
જામનગર જિલ્લાના કાલાવડના મોટી નાગાજર ગામે કૂવામાંથી મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામે વાડીના કૂવામાંથી પરપ્રાંતિય મજૂર મહિલાની અત્યંત કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
બનાવની જાણ થતાં કાલાવડ ફાયર ટીમ, કાલાવડ ગ્રામ્ય પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ભારે જહેમત બાદ કૂવામાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢી કાલાવડની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.કે. છૈયા દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહિલાનું મોત કયા સંજોગોમાં થયું તે પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.