BREAKING NEWS

જામનગરમાં આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમ ખાતે મહિલાઓએ મતદાનના શપથ લીધા

  • April 22, 2026 12:04 PM 

જામનગરમાં આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમ ખાતે મહિલાઓએ મતદાનના શપથ લીધા

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના અનુસંધાને જામનગરમાં આગામી તા.૨૬ એપ્રિલના રોજ મતદાન યોજાશે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમ ખાતે મહિલાઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના મહિલાઓને મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ઉપરાંત મતદાન કઈ રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપી મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News