BREAKING NEWS

જામનગર: ગાગવાથી મુંગણી રોડનું કામ લોટ, પાણી અને લાકડા 

  • May 14, 2026 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ગાગવાથી મુંગણી રોડનું કામ લોટ, પાણી અને લાકડા 

સર૫ંચ સહિતના આગેવાનો દ્વારા ગ્રામ્ય ધારાસભ્યને કરાઇ રજુઆત 

જામનગર જીલ્લા પંચાયત માલ-મકાન વિભાગ હસ્તકના ગાગવાથી મુંગણી જતા રોડનું કામ તદન ખરાબ એટલે કે લોટ, પાણી અને લાકડા જેવું થતુ હોય આ બાબતે ગાગવા ગામના સરપંચ મહેન્દ્રસિંહ, મુંગણી ગામના સરપંચ દેવજીભાઇ અને પૂર્વ જીલ્લા પંચાયતના સદસ્ત પ્રદિપસિંહ(નાની ખાવડી) તથા જયેન્દ્રસિંહ(મુંગણી), મનિષભાઇ પરમાર, આમીનભાઇ કાટીયા, જીતુભા સોઢા, મનસુખભાઇ ગુઢકા સહિતના આગેવાનો દ્વારા ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલને આ બાબતે રજુઆત કરી હતી.

ગ્રામજનો દ્વારા ગ્રામ્ય ધારાસભ્યને રજુઆતમાં વિશેષમાં જણાવ્યુ હતુ કે જામનગર જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તક ચાલી રહેલ ગાગવાથી મુંગણી જતા રોડનું કામ તદન નબળુ થતુ હોય આ બાબતે રોડનું કામ કરનાર ઠેકેદાર તથા જામનગર જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિાભગના કાર્યપાલક ઇજનેરને આ અંગે સુચનાઓ આપવા રજુઆત કરી હતી. જેના અનુસંધાને ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ દ્વારા કાર્યપાલક ઇજનેર અને કોન્ટ્રાકટરને નિયમાનુસાર કામ કરવા માટે સુચના આપવામાં આવી હતી. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application