BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે નેશનલ રૂલર લાઈવલિહૂડ મિશન અંતર્ગત વર્કશોપ યોજાયો

  • February 26, 2026 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માસ્ટર ટ્રેનરો દ્વારા સ્વ-સહાય જૂથો (SHG)ની રચના,નેતૃત્વ વિકાસ, નાણાકીય શિસ્ત, તેમજ કેપેસિટી બિલ્ડિંગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માર્ગદર્શન અપાયું



દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ફાઉન્ડેશન ઓફ વુમન વેલ્ફર એન્ડ બેટરમેન્ટ (FWWB) સંયુક્ત સહયોગથી નેશનલ રૂલર લાઈવલિહૂડ મિશન (NRLM) યોજના અંતર્ગત માસ્ટર ટ્રેનરો દ્વારા વર્કશોપ/તાલીમ કાર્યક્રમ  યોજાયો હતો.


આ તાલીમમાં સ્વ-સહાય જૂથો (SHG)ની રચના, તેમની અસરકારક કામગીરી, નેતૃત્વ વિકાસ, નાણાકીય શિસ્ત, તેમજ કેપેસિટી બિલ્ડિંગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માસ્ટર ટ્રેનરો દ્વારા પ્રાયોગિક ઉદાહરણો અને ચર્ચા સત્રો દ્વારા ભાગ લેનારાઓને ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું.


વક્તાઓએ જણાવ્યું હતું કે એનઆરએલએમ યોજના ગ્રામ્ય પરિવારોને સ્વરોજગાર અને સ્વાવલંબન તરફ દોરી જતી એક મહત્વપૂર્ણ પહેલ છે. SHG માધ્યમથી મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવી “આત્મનિર્ભર ગ્રામ્ય સમાજ”ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે. આ વર્કશોપ દ્વારા તાલીમાર્થીઓમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો અને ગામડાંના સર્વાંગી વિકાસ માટે એક મજબૂત પાયો તૈયાર થયો હોવાનું જણાવ્યું હતું.

​​​​​​​

કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી જિલ્લા લાઇવલીહુડ મેનેજર, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાના તમામ સ્ટાફ તેમજ FWWB અને નયારા  પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application