BREAKING NEWS

ખંભાળિયા: રાજપરામાં યુવાન પર છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ

  • June 05, 2026 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: રાજપરામાં યુવાન પર છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ

મીઠાપુરના રાજપરા વિસ્તારમાં રહેતા રૂકસાનાબેન મજીદભાઈ ચાવડા નામના ૩૦ વર્ષના મહિલાના ઘરના ફળિયામાં મૂળવેલ ગામના ખેંગારભા ગભાભા માણેક નામના શખ્સએ રાત્રિના સમયે પથ્થરોના ઘા કર્યા હતા. અને ફરિયાદી રૂકસાનાબેન તથા સાહેદ મજીદભાઈ ઘરની બહાર જતા આરોપી ખેંગારભા માણેકએ પોતાના હાથમાં રહેલી છરી મજીદભાઈને મારવા માટે જતા રૂકસાનાબેન વચ્ચે પડ્યા હતા. આ ઉપરાંત અન્ય આરોપીઓ રાજેશભા ગભાભા માણેક તથા અન્ય એક અજાણ્યા શખ્સએ લાકડા વડે તેઓને બેફામ માર માર્યો હતો. આટલું જ નહીં, તેમને બચાવવા વચ્ચે પડેલા આસિફભાઈને પણ બળતણના લાકડાના બે ઘા ફટકારી દીધા હતા.

આમ, એક અજાણ્યા સહિત ત્રણેય આરોપીઓએ રૂકસાનાબેન, મજીદભાઈ અને આસિફભાઈને બેફામ માર મારી, બિભત્સ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું મીઠાપુર પોલીસમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News