BREAKING NEWS

ખંભાળિયા: રાણ ગામના યુવાન પર પાઈપ વડે હુમલો

  • July 06, 2026 07:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: રાણ ગામના યુવાન પર પાઈપ વડે હુમલો

પૈસા આપવા બાબતે બોલાચાલી કરી

કલ્યાણપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં પવનચક્કીના થાંભલાનું કામ કરતા તાલુકાના મહાદેવીયા ગામના મેરામણ ઉર્ફે ચકુ ગોરીયા, જેસા અરસી કંડોરીયા અને એભા માડમ નામના ત્રણ શખ્સોની સાથે કામ કરતા ફરિયાદી રાણાભાઈ રામદેભાઈ મોવર (ઉ.વ. ૩૭, રહે. રાણ) દ્વારા કામ અંગેના આરોપી મેરામણ ઉર્ફે ચકુ ગોરીયા પાસેથી લેવાના થતા રૂપિયા ૬,૧૫,૦૦૦ ની રકમ માંગતા આરોપી મેરામણએ ફરિયાદી રાણાભાઈને કહેલ કે તને રૂપિયા આપવા નથી.

આ રીતે આરોપીઓએ બિભત્સ ગાળો ભાંડી, લોખંડના પાઇપ વડે તેમને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application