જામનગર : ધ્રોલ નજીક ટ્રકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત
સિગ્નલ આપ્યા વીના કટમાથી ટ્રક વાળી લીધી : શરૂ સેકશન રોડ પર બાઇકની હડફેટે દંપતી ઘાયલ
ધ્રોલ રાજકોટ હાઇવે ટ્રકના ચાલકે બેદરકારીથી ચલાવી બાઇકને હડફેટે લેતા એક યુવાનને ગંભીર ઇજા પહોચી હતી જેથી મૃત્યુ નિપજયુ હતું જયારે શ સેકશન રોડ પર બાઇકની હડફેટે દંપતીને ઇજા પહોચી હતી.
રાજકોટના રૈયા રોડ મેનગરમાં રહેતા વેપાર કરતા રફીક ઇકબાલભાઇ શેખ (ઉ.વ.૪૫)એ ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ટ્રક નં. જીજે૩૬એકસ-૫૦૦૪ના ચાલક સામે ફરીયાદ કરી હતી. તા. ૨૬ના સવારના સવારે ફરીયાદીના પુત્ર અમીરભાઇ ઘરેથી પોતાનું બીએમડબલ્યુ બાઇક નં. ટીએન૩૭સીકયુ-૪૬૯૯ લઇને જામનગર જવા માટે નીકળ્યા હતા.
દરમ્યાન ધ્રોલ રાજકોટ હાઇવે પેટ્રોલ પંપ સામેના રોડ પર પહોચતા ઉપરોકત નંબરના ટ્રક ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી કટમાથી કોઇ જાતના સિગ્નલ આપ્યા વીના વાળી લેતા અમીરભાઇના બાઇકને હડફેટે લઇ નીચે પછાડી દઇ માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવ્યુ હતું.
બીજા બનાવમાં જામનગરના પટેલ કોલોની ૬ના છેડે રહેતા કરીયાણાની દુકાનના ધંધાર્થી બટુકસિંહ કલુભા જાડેજા (ઉ.વ.૫૦)એ ગઇકાલે સીટી-બીમાં સ્પ્લેન્ડર બાઇક નં. જીજે૧૦ઇજી-૩૧૬૫ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
મોટરસાયકલ સ્પ્લેન્ડરના ચાલકે ગત તા. ૧૯ના રોજ પાયલોટ બંગલા રોડ પર બેફીકરાઇ અને પુરઝડપે ચલાવી હડફેટે લઇને ફરયાદીને મુંઢ ઇજા અને તેમના પત્નીને ગોળાના ભાગે ફ્રેકચર અને માથામાં ટાંકા જેવી ઇજા પહોચાડી નાશી ગયો હતો.